________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૨].
કમાગ પુરૂષોત્તમ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કેઈ પણ આત્માના ગુણેને ઘાત કરનાર કામ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં કદિ ભય પામ નહિ, અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યું તે વખતે બાર વ્રતધારી કુમારપાલે હાથીની અંબાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણ ક્ષાત્રકમની પ્રવૃત્તિથી પરાડ મુખ થયે નહિ. ક્ષાત્રકમદશાના અધિકાર પ્રમાણે દેશ, ધમ, પ્રજા, બ્રાહ્મણ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિએ ધર્મયુદ્ધ કરવું જોઈએ. અને નિમલ પરિણામવાળા થઈને હૃદયમાં પરમાત્માને સ્મરી અન્તરથી શુભાશુમ પરિણામથી ન્યાર રહેવું જોઈએ પરંતુ યુદ્ધાદિ ક્ષાત્રક પ્રવૃત્તિથી પરાડ મુખ ન થવું જોઈએ. એમ પ્રવવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે.
૧૭૧ અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્યકાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, શુષ્ક થવું એ અર્થ કદાપિ
લે નહી. પૃ. ૪૮૪-૮૯
અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદા થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું,-એ અથ કદાપિ લે નહિ, આત્મજ્ઞાન પામીને મેગ્ય વ્યવહારકર્તવ્યથી જ્ઞાનીઓ પરાડ મુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ, સમાજાદિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ
For Private And Personal Use Only