________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
દિપ જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનું સ્થાન દાસભાવના અને જડ ક્રિયાવાદ લેવા લાગ્યું ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પિતાના કિરણેને અન્યત્ર પ્રસારવા લાગે ત્યારથી અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીઓની પેટે અનેક જડ કર્મકાંડી મતે પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનને ખજાને દટાવા લાગે ત્યારથી ભારતવાસીઓ ચતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે-જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્ય જડ વસ્તુના સુખની જાતિએ દાસ બનીને જડવતુઓને પૂજવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશ પર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખે છે. તે ભારતદેશ હાલ અનેક પથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતું નથી, કેડે કરૂં અને ગામ શોધું? તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે થોડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના કયથી મનુષ્ય પરાડસુખ રહે છે. ધર્મકથાનુગ, ચરણકરણનુગ વગેરે અનુગ કે જે ધમના અંગ છે તેઓ પણ દ્રવ્યાનુગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુગ અને ચાસ્ત્રિ-ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતનો અનુભવ કરે જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઇ માની લેવાની જરૂર નથી.
For Private And Personal Use Only