________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૨]
કમયોગ પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારમાં ઘણે સુધારે વધારે થવાની આશા રહે છે. આથી આવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશાસ્ત્રો છે. અન્ય દેશા આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે, ૬૧. આત્મસંયમનો આનંદ એર છે. પૃ. ૧૮-૭૯
વેદાન્તીઓમાં ઉપનિષદો, ભગવદ્દગીતા તથા જેનેનાં પિસ્તાલીશ આગ, તત્વાર્થ સૂત્રે વગેરે આધ્યાત્મિક અનેક શા છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન દ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના અભત આર્યાવને સ્વર્ગભૂમિ સમાન બનાખ્યો છે. ઉમાસ્વાતિવાચક, શ્રીહરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, યશવિજયઉપાધ્યાય, આનદઘન, શ્રી હેમચંદ્રસૂરિ અને ઉપમિતિમવપ્રપંચકર્તા વગેરે જેન વિધાનએ આર્યાવર્તમાં અધ્યાત્મજ્ઞાનને મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મમાં કંઈ કંઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીઓ તે હોય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનેમાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દષ્ટિની અપેક્ષાએ ભરેલું હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનમાં હોય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્ત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કેઈ પણ દષ્ટિએ ઈશ્વર–પરમાત્માનું શીવ્ર દર્શન થતું હોય તે તે અધ્યાત્મજ્ઞાનદષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભનાં કરેલાં પાપેને ક્ષણમાં ક્ષય થાય છે. ગૌતમબુદ્ધ અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણેના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યો હતો. આર્યભૂમિમાં અસંખ્ય-અનન્ત તીર્થકર થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાની મહર્ષિ થયા છે તેથી આર્યાવર્તની
For Private And Personal Use Only