________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
કમળ આરાધના કરનાર જેન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે, માટે દુનિયાના સવ મનુષ્યએ ગુરુવન્દન આવશયક દરરોજ બે વખત કરવું.
ગુરુવજનમાં આરૂઢ થયેલે મનુષ્ય, પુન્ય પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા-ગરૂપ પ્રતિકમણુરૂપ આવશ્યક જે કહેવાય છે, તે કરવાને અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિ
કર્ડ દેનાર ક્ષુલ્લકની પેઠે મિચ્છામિ દુક્કડ દેનાર પ્રતિક્રમણ કરી શકતો નથી. પ્રતિક્રમણ એટલે શું છે તે જે જાણતા નથી તે પ્રતિક્રમણ કરી શકતું નથી. દિવસમાં ને રાત્રિમાં જે જે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવધે. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બેલી જવું અને પ્રતિક્રમણ એટલે શું? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદય પર કંઈ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઈગ્લીશ ભાષાના શબ્દને અથ નહિ જાણનાર ઈગ્લીશ ભાષાની કવિતામાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ બની શકે નહિ. પ્રતિકમણ એટલે પાપથી પાછું કરવું. આવા પ્રતિક્રમણના અથ પ્રમાણે દુનિયાના જે જે મનુ પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણ કરનારા અવબોધવા.
મન, વચન અને કાયાથી જે જે પાપ કરાતાં હોય તેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મનવચન અને કાયાથી પાપ થયાં હોય તેની માફી માગવી તેને દેવસિક પ્રતિકમણ કહે
For Private And Personal Use Only