________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
: કમગ
પ્રગટ થતાં સામાયિક રૂપ આત્મા દેખાય છે. અને એવો આત્મા કમયોગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતો એવો જ્ઞાની કાચલી અને ટેપરા- ની પેઠે રાગાદિ કમભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએર-ની પેઠે તે શરીરકમથી જુદો પડી પિતાનું આનરૂપ પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણુમ પભ્યાથી ગજસુકુમાલની પડે વા સ્કંધક મુનિના પાંચસે શિષ્યોની પેઠે અનેક ઉપસર્ગો -પડતાં છતાં પરમાત્માશા પ્રગટાવી શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભલીને ફૂબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનનો સાક્ષાત્કાર ચાય છે—એમ જ્ઞાનીઓને સમભાવ પરિણમના ઉપયોગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિક સમુદ્રમાં જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણુ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે.
સામાયિકક્રિયાના વિધિમતભેદની ચર્ચાના કલેશમાં ચિત્ત, વાણું અને કાયાને વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરુદ્ધપન્થમાં ગમન કરવાથી ખેદ–અરુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકનો સાધ્યોપયોગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયો પ્રગટે એ જ ખાસ વિચારવા યોગ્ય છે. આત્માના શુદ્ધધર્મનો ઉપયોગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણી વખત સુધી લયલીન થઈ જવું; ખાતાં પીતાં, હતાં, બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકના
For Private And Personal Use Only