________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૦ }
કમલેગ ૧૪૯ પૃથ્વી આદિની ઉપયોગિતા કર૧/૨
એકેન્દ્રિયથી પદ્રિયત્વ પામતાં પરસ્પર જીવને ઉપકારિત્વ સંબધ ઘટે છે. એક મનુષ્યનું દષ્ટાંત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે. ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે, માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પોષાય તે માતાના ઉપકાર તળે દબાય છે, તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણભૂત હોવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત હોય છે. માતાના પેટમાં વાયુ આદિના ઉપકાર તળે દબાયેલે થાય છે. માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય અકાય તે સુકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલેને ગ્રહણ કરે છે–માટે તે તે કાયાના જીના ઉપકારને ગ્રહણ કરનાર બની શકે છે. માતાના ઉદરમાંથી બહિરુ નીકળેલ મનુષ્ય પૃથ્વી પર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પુદ્ગલેને ગ્રહણ કરી આડાર રૂપે પરિણુમાવે છે અને તેથી; સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં પર ઘર તે રહેવા માટે બાંધે છે. પૃથ્વીરૂપ ક્ષેત્ર વિના અન્નાદિની ઉત્પત્તિ થતી નથી. પૃથ્વીરૂપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીને ઉપર ગ્રહણ કર્યા વિના છૂટકો થતું નથી. જમેલે મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી માટે જન્મથી જ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જમેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી જળ કરતાં પણ વાયુને
For Private And Personal Use Only