SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૦ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. प्रायश्चित्तविधानानि सेव्यानि शास्त्रनीतितः। धर्मिभिश्चित्तशुद्धयर्थं पूर्णोत्साहस्वशक्तितः ॥२५६ ॥ શબ્દાર્થ –ગૃહસ્થોએ ઉપર્યુક્ત ચિતકમેને નીતિથી કરવાં જોઈએ. સાધુઓએ ચિત સાત્વિકકર્મો કરવાં જોઈએ. ધર્મા પરિપ્રસંગે તે ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વયં આપદુદ્ધારક આપવાદિક ધર્મ આચરવા જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારથી જ ભિન્નકર્મ હોય અને સ્વાત્મશકલ્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્યકર્મોમાં સાધકબાધકકર્મ જાણીને મનુષ્યએ ચિતકર્મમાં યત્ન કર જોઈએ. ધમગૃહસ્થોએ અને સાધુઓએ શાઅનીતિથી ચિત્તશુદ્ધયર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનેને સેવવાં જોઈએ. વિવેચન –ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોનો ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ–અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મ–આપત્તિકાલે આપવાદિક દષ્ટિએ અનુચિત થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ–ચિત થાય છે; માટે ચિતકર્મ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિથી દેખનારા ગુરુની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહસ્થ ધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહસ્થમનુષ્યમાં પણ ચાતુર્વર્યગુણકર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવો જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અને પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થાએ આપદુદ્ધારક આપદ્ધર્મ સેવ જોઈએ. હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મ લેવો જોઈએ અર્થાત ધમપત્તિથી જૈન કેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદદ્ધારક ધર્મ સેવવો જોઈએ. આર્યાવર્તમાં પ્રાયઃ આપદુદ્ધારક ધર્મને સેવવાની આવશ્યકતા અવાધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીએ જે આપદ્ધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તે તેઓ સ્વાસ્તિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy