SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઈ સુધારાવધારો કરવાનું જણાશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારોવધારે કરવામાં આવશે, સામાન્યત: એ પ્રમાણે વિચારો દર્શાવી પ્રસ્તાવનાનો ઉપસંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં અનેક વિષય ચર્ચાવાના બાકી રહ્યા છે, પરંતુ કથ્થસાર ઘણો ખરો પ્રસ્તાવનાની ઉપસંહાર દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે. જેનત અવબોધાવવાને માટે તત્વજ્ઞાનના , ઉઘાતની આવશ્યક્તા રહે છે, પરંતુ જેનતના જ્ઞાનનું પ્રસંગે પાર કર્મયોગમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ ઉપધાતમાં તાનું રહસ્ય સમજાવતાં એક નવીન ગ્રન્ય થઈ જાય તેમ છે. કર્મયોગને એક જ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી. આ ગ્રન્ય વાં વિના ગ્રન્યકર્તાના સકલ આશયોને સમજી શકે તેમ નથી, માટે વાચકને ગ્રન્થકર્તાના પૂર્વાપર સકલ આશાનો બોધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂગ ગ્રન્થ વાંચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમાં શંકા પડે તેને વિદ્વાનને પૂછી ખુલાસે કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગને કારણુથી પ્રેસની ઢીલાશ વગેરે કારણોથી ધાર્યા પ્રમાણે કર્મયોગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કંઇ પ્રાપ્ત થયું તેને વિશ્વજનને લાભ આપે એવી ફરજે પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજનો ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજ અદા કરી સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ ૩ઝ અન શાંતિઃ શાંતિ: शिवमस्त सर्वजगतः परहितनिरता भवंत भूतगणाः॥ दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ संवत् १९७३, आश्विन सुदि पंचमी. मु. पेथापुर. बुद्धिसागरसूरि. ખાસ સૂચન કર્મોગ ગ્રંથને લેખન તથા પ્રકાશનને સમય સં. ૧૯૭૦ થી ૧૯૭૩ ને છે. જ્યારે આ બીજી આવૃત્તિને ૨૦૦૬-૨૦૦૭ ને છે. બંને વચ્ચે ૩૩ થી ૩૬ વર્ષને ગાળો છે. આ જણાવવાને હેતુ એ છે કે આ ગ્રંથમાં આપેલ કેટલાંક નામની તે સમયે હયાતી હતી જે અત્યારે નથી. રાજ્ય અંગે કહેવાયેલ તેમાં પણ પરિવર્તન થઈ ગયેલ છે, કેટલીક બાબતમાં પણ પરિવર્તન થયું છે. છેલ્લા કેટલાંક વર્ષો કેવાં વિકટ ગયાં છે તે પણ જ્ઞાત છે, છતાં આ ગ્રંથમાં હિન્દની સ્થિતિ અને ઉન્નતિ અર્થે ખૂબ પ્રકાશ પાડ્યો છે. સ્વરાજ્ય અર્થે વિવિધ માર્ગો દર્શાવ્યા છે. ધ્યાનપૂર્વક વાંચવાથી સમજાશે કે લેખકે સર્વદેશીય પરિસ્થિતિનું કેટલું અભ્યાસ પૂર્ણ-સૂમ રીતે ને સમયસરનું અવલોકન-પ્રતિપાદન કર્યું છે. કેટલીયે આગાહીઓ અનુભવમાં આવી ગઈ છે. આ ગ્રંથ ઉપલક રીતે વાંચી જવા જેવું નથી પણ અભ્યાસપૂર્વક ખંતથી વાંચી વિચારી આચરવા જેવું છે, મુંબઈ. સં. ૨૦૦૭ લી. માગશર માસ મણિલાલ મોહનલાલ પાદરાકર For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy