________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ધર્મ-સામ્રાજ્ય મંદ કેમ પડે છે ?
(૬૫૧).
વૃદ્ધિ માટે અનાર્ય દેશોમાં વેશધારી સાધુઓ અને સાધ્વીન વિહાર કરાવ્યો હતો અને તેથી અન્ય દેશમાં ધમમનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાને જ્યા હતા. આ કાળમાં સાધુ સાધ્વીઓ વગેરે ધાર્મિકમનુષ્યોની સેવાભક્તિ કરવાથી જેટલે સ્વપરને લાભ થાય છે તેટલો અન્ય કશાથી થતું નથી. ધાર્મિકોની હયાતીથી દેશમાં-વિશ્વમાં શાંતિ પ્રસરે છે અને રજોગુણ તથા તમોગુણને પ્રચાર મંદ પડે છે. શ્રી કુમારપાળ રાજાએ સાધુઓની તથા સાધવીની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. ચોરાશી ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈન કેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધ્વીઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબંધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધામિકતાની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામાં કઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિલોકેએ ગાયોની તથા સન્તસાધુઓની રક્ષા માટે મુસભાની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતો તે લક્ષ્યમાં રાખવો જોઈએ. ધાર્મિક મનુષ્યોના હૃદયમાં પરમાત્માને વ્યકત વાસ છે. ધર્મી મનુષ્યને
જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે. ધાર્મિકમહાત્માઓના સદ્દવિચારેથી અને આચારેથી દુનિયા પર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્મ મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતાં નથી. અતવ કર્મગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધર્મીમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશોમાં ધાર્મિક મનુષ્યની રક્ષા થાય, તેઓની સેવાભક્તિ થાય એવા પ્રબંધને જવા જોઈએ. ધાર્મિક મનુષ્યોની સામા અધમ મનુષ્યો થાય છે અને ધમી મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સત્વબળથી ધમ મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અધર્મી મનુષ્યરૂપ અસુરોને હટાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમ મનુષ્યોને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાયેલું છે. દયા ધર્માદિ અનેક ધર્મના આરાધક જૈનેને નાશ કરવા ઘણા ઉપાયોને પ્રતિપક્ષી લેકેએ આદર્યો, પરંતુ સદ્દગુણવડે જેનેની અસ્તિતા કાયમ રહી છે તે સર્વ વિશ્વજનવિદિત છે. જેમાં જે પુનઃ અનેક સદ્ગુણ ધર્મોની ખીલવણું વિશેષ પ્રકારે વધશે તો ભવિષ્યમાં જૈનોની સંખ્યામાં વધારે થતાં જૈન ધર્મના સદ્દવિચારોથી અને આચારથી વિશ્વજનેને અત્યંત લાભ પ્રાપ્ત થશે. ધર્મીમનુષ્યમાંથી વિશાલદષ્ટિ, વિશ્વજનબંધુતા, દયા, સત્ય, સેવાદિ ધર્મોને જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મનું ઉત્પાદન થવાથી ધમી મનુષ્યોનું સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધમ મનુષ્યમાં સંકુચિત વિચારો પ્રવેશ થતાંની સાથે
For Private And Personal Use Only