________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪૮ )
શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન.
રક્ષણાર્થે આ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તે નપુંસક નિર્વીય મૃતક સમાન મનુષ્યેા છે. આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યક્ આત્મસમર્પણ કરી શકે છે; તે કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધર્મી મનુષ્યાનું તથા નાસ્તિક મનુ યેાનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મીઓની રક્ષા કરવાની પ્રવૃત્તિયાને સ્વીકાર્યા વિના છૂટકો થતા નથી. જે કાલમાં જે દેશમાં જે જે ખાખતાથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અતએવ જે કાલે જે દેશમાં ઉત્સગ અને અપવાદ માગે જે જે ઉપાયાથી ધર્મરક્ષા થાય તેને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઇએ; કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુજ્ઞા જાણી શકે છે. ધર્મથી જ સદ્દોન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેકજાતીય સ'ધબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ ધર્મભેદેદ્યમાં અનેક નયાની યિાવડે સત્યધર્મ ગ્રહણ કરવા જોઈએ પણ નકામે ધર્મ કલામાં આત્મવીના વ્યય ન કરવા જોઇએ. અનેક શુભ શક્તિયાના ધર્મયુદ્ધો કરીને નાશ ન કરવા જોઇએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઇએ. અવતરણઃ—ધાર્મિકમનુષ્યાનું વિશ્વમાં અસ્તિત્વ સ'રક્ષવા માટે યાગ્ય કન્ય ક કરવુ' જોઇએ તે દર્શાવે છે.
श्लोकः अस्तित्वं व्यवहारेण धार्मिकाणां यतो भवेत् । देशकालानुसारेण कर्तव्यं कर्मभूतले ॥ १६८ ॥
શબ્દાર્થ ધાર્મિકમનુષ્યાનુ વ્યવહારમાં અસ્તિત્વ જે કન્યકર્મથી થાય તે કન્ય. કર્મ ને દેશકાલાનુસારે કરવું જોઇએ.
આવશ્યકતા છે.
વિવેચનઃ વિશ્વમાં ધાર્મિકમનુષ્યના અસ્તિત્વની અત્યંત ધાર્મિકમનુષ્યે વિશ્વમાં સર્વજીવાનુ શ્રેય કરવા સમર્થ બને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વજીવા પર મૈત્રીભાવ માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમાદ, ગુણાનુરાગ આદિ ગુણાવાળા મનુષ્યો ધાર્મિક ગણાય છે. દયા, સત્ય, શુદ્ધપ્રેમ, પરોપકારાદિ ગુણાવિના કાઈ મનુષ્ય ધર્મી બની શકતા નથી. માર્ગાનુસારી ગુણૢા વિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાધુ વગેરની ભિકત કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણ્ણાવિના ફ્કત અમુક જાતની રૌઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કાઈ ધર્મી મનુષ્ય બની શકતા
For Private And Personal Use Only