________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મવેગ મંથ-સવિવેચન.
અને સદાચારોની વ્યાપક્તા કરવા શકિતમાન થતા નથી. ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવાધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યોને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મમાર્ગમાં આવી શકાય છે અન્નદાનથી વસ્ત્રદાનથી વિદ્યાદાનથી સવિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિ છે જે હોય તેઓનું અન્ય મનુષ્યને દાન કરવાથી જીવોની સેવા કરી શકાય છે. દુર્ગણીઓને અનેક ઉપાયથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમે ગુણ મનુષ્યને સુધારીને તેઓને સત્વગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તેફાની કશી મનુષ્યોને શાંતિ ગુણનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિ મનુષ્યોમાંથી કોઈ માન માયાલોભ વગેરે દુર્ગાને નાશ થાય અને તેઓ આત્માની શકિત ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિ કરાય તે કર્તવ્ય સેવા છે. સેવક યોગ્ય ગુણે પ્રકટાવ્યા વિના સેવાધર્મમાં પરિષહ આવતાં સ્થિર રહી શકાતું નથી. ગામોગામ શહેશહેર ફરીને મનુષ્યને આત્મ જ્ઞાનને ઉપદેશ આપે અને તેઓનું પ્રભુમય જીવન કરવું એ ઉત્તમોત્તમ સેવાધર્મને માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કઈ ઉત્તમોત્તમ સેવા ધર્મ કરવાને શકિતમાન નથી. આત્મજ્ઞાની મહાત્માઓની ચરણસેવા કરીને સેવાધર્મનાં રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઓ સેવા કરે છે તેઓ ધર્મની વ્યાપકતા કરી શકે છે. સર્વપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્યદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દષ્ટિમાં ઉદારતા હોય છે તે જ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દષ્ટિવાળ ધર્મ વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દૃષ્ટિવાળો કોઈ પણ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચારોમાં અને આચારોમાં ઉદારતા-વિશાલતા-વ્યાપતા નથી તે ધર્મ ગમે તે એક વખતે પ્રકાશિત થએલો હોય છે તે પણ અંતે તે નાશ પામે છે. સેવાધર્મમાં અંદાર્યદષ્ટિની આવશ્યકતા રહે છે. ઔદાર્યદૃષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારાઓ આ વિશ્વમાં સર્વ શુભ ધર્મોને પ્રચાર કરીને સર્વત્ર શુભ ધમઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહંવૃત્તિથી સેવાધર્મ બજાવનારાઓ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કેઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવોના ઉદ્ધારાર્થે જૈન ધર્મનો ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કોઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રે કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વ જીનાં દુઃખ ટાળવા એજ રહે છે. અએવ સેવાધર્મ–ભક્તિધર્મમાં જ્ઞાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધધર્માદિ અનેક ધર્મોની રક્ષા માટે આત્માર્પણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યોએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય
For Private And Personal Use Only