________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪૨ )
શ્રી કમપેગ ગ્રંથ-સવિવેચન.
સ્વાધિકારતઃ સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારમાં પ્રગતિસહિત ધર્મ વિશ્વજીવનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ઘર્મોન્નતિ કરવી જોઈએ. બાહ્યસમષ્ઠિભૂતધર્મોન્નતિથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યોતિ પ્રાપ્ત ન થતી હોય તે ધર્મ પ્રતિ લેકેની રુચિ પ્રકટતી નથી. બાહ્યોન્નતિ સાધક માર્ગો સર્વધર્મમાં હોય છે. બાહ્યવ્યવહારની પ્રગતિસહિત જ ધર્મ હોય છે. ધર્મને અંતિમ ઉદેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે, પરંતુ અંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિની સાથે બાહ્યોત્રતિયોને નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરુદ્ધ કાર્યો કરીને અનીતિમય જે બાહ્યોન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત્ વા યુરોપીય મહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરુદ્ધ કર્મો કરીને જે જે દેશના લોકોએ બાહોન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઈતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મો અને અધર્મ કર્મોનું વાસ્તિવિક સ્વરૂપ અવબોધવું જોઈએ. આર્યસિદ્ધાંતપ્રતિપાઘધર્મકર્મોનું વાસ્તવિક સ્વરૂપ અવધવું જોઈએ કે જેથી ધર્મવિરુદ્ધ કર્મોનું જ્ઞાન થવાથી તેને પરિહાર કરી શકાય. સત્તાવડે લક્ષમીવડે અને વિદ્યાવડે મનુષ્ય જેજે ધર્મ પ્રબવડે જીવે છે તે તે કર્મયોચિત સેવવાં જોઈએ. વિશ્વવર્તિમનુષ્ય વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યપ્રગતિમય જીવનથી જીવી શકે છે. અએવ બાહ્યોન્નતિ માટે વિદ્યા સત્તા અને લક્ષમીની ઉપાસના ગૃહસ્થોએ કરવી જોઈએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ગૃહસ્થ મનુષ્ય સેવન કરે છે. આર્થિકસ્થિતિમાં નિર્બલ મનુષ્ય ગૃહજીવનમાં સ્વતંત્ર જીવન ગાળવાને શક્તિમાન થતા નથી. દેશની આબાદી અને સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે. સત્તા લક્ષમી અને વિદ્યા વિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધની રક્ષા થતી નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યા વિના સાર્વજનિક પો૫કારિક કર્મો કરી શકાતાં નથી. આસુરી મનુષ્યના હાથમાં સર્વ પ્રકારની સત્તા લક્ષ્મી અને વિદ્યા હોય છે તે તેથી ધર્મીઓ અને ધર્મને નાશ થાય છે અને અધર્મીઓનું સામ્રાજ્ય વધે છે; તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માગેને નાશ થાય છે. અતએ સુજ્ઞ મનુષ્યએ વિદ્યા લક્ષમી અને સત્તાવડે બાહ્યોન્નતિ સાધવી જોઈએ કે જેથી ગૃહજીવનમાં ધાર્મિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્યપ્રવૃત્તિ કરી શકાય. લક્ષમીસત્તાવિદ્યાના જીવનથી મનુષ્યોએ બાહ્યજીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવું જોઈએ. હાલ પાશ્ચાત્ય દેશોમાં લક્ષ્મી વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તેઓ બાહ્યપ્રગતિ જીવનવડે જીવવાને શકિતમાન થએલા છે. પરંતુ તેમાં ધર્મવિરુદ્ધ એવાં ધર્મકવડે બાહ્ય જીવન જીવવું એ ધાર્મિક ઉદ્દેશ વિસ્મરો ન જોઈએ. ધર્મવિરુદ્ધ ધર્મપ્રબંધવડે બાહ્યજીવનપ્રગતિ અનુકુલ સત્તા લક્ષ્મી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરેપનું કર્મસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ
For Private And Personal Use Only