________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨૪)
શ્રી કર્મચંગ ગ્રંથ-સવિવેચન.
જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકીય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય તે તેમાં અપરાધ કોને વારૂ?
જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે, એમ એક મનુષ્ય જે વેળાએ બોલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાદ જ કરે છે એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બોલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરને પણ પરિચય થયેલ નથી એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મ કેવળ વ્યર્થ વિવાદને કિવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી, કિંતુ તે તે અંતરાત્માના અત્યંત ગૂઢભાગમાંનાં પ્રત્યક્ષ અનુભવનોજ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિંવા સાક્ષાત્કાર–તે જ ધર્મ છે. જો પરમેશ્વરના અંતગૃહમાં ખરેખર જ તમારો પ્રવેશ થયેલો હોય, તે પરમાત્મા અને તેનાં સર્વ બાળકો સાથે તમારો પરિચય થયેલો હોવો જ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેનાં બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે તે તેના બાળકોને પરિચય ન હ–એને અર્થ કેવળ એટલે જ કરી શકાય કે, પરમેશ્વરના અંતગૃહમાં તમારે પ્રવેશ થયે જ નથી. પરમેશ્વરના અવતાર કઈ પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તો પણ મૂળતઃ તે સર્વ અવતારની એકવાકયતા જ છે-એમ જ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અધિકાર વ્યાપી રહેલે આપણા જોવા અને જાણવામાં આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ. સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધાસ્પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણા મનને સર્વત્ર વિસ્તરેલે અનંત પ્રકાશ દેખાવા માંડે છે. ”
સ્વામી વિવેકાનન્દ ઉપર્યુક્ત જે વિચારો દર્શાવ્યાં છે તેમાંથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનન્દના સર્વે વિચારો આપણને માન્યભૂત હોતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે અને તેઓ અવતારી મહાત્મા છે. પરંતુ અષ્ટકમરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શક્તિઓ ખીલી હોય છે. એક સમાન ગુણ સર્વ મહાત્માઓમાં હોઈ શકતા નથી. દેશકાલપરત્વે ભિન્ન ભિન્ન રીતે મહાત્માઓ વિવિધ જાતિની સુધારણ કરે છે. ગીતાર્થગુરુઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હટાવી દે છે, ધર્મની સ્થાપના અને રક્ષા કરવા માટે જ્ઞાની ગુરુએ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ સ્વાધિકાર કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માએની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ સ્વાધિકાર જે દર્શાવે
For Private And Personal Use Only