________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬૨ )
શ્રી કમગ ગ્રંથ–સવિવેચન.
વિકાસ થતો નથી. તેઓ એકાન્તમાં મનને આત્મામાં અમુક દયેયમાં લીન કરી દે છે અને તેથી તેઓ અનેક ચમત્કારને બતાવી શકે છે. મનને વિકાસ કરીને તેને જે ધ્યેય સીન કરવામાં આવે છે તે સંબંધી તેને સંયમ થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માઓ ભેગીઓ જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઈ જાય છે કે તેઓ તેઓના શરીરનું અને નામનું ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાને તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિ પ્રકટાવવા સમર્થ થાય છે. એવી સ્થિતિમાં બાહ્યથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જે અજ્ઞાની છે નકામા માને છે તો તેથી તેઓ જ્ઞાન ધ્યાનદ્રોહી, દેશદ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિદ્રોહી અને વિશ્વદ્રોહી બને છે અને તેઓ ઉન્નતિનાં અપૂર્વ દ્વારને તાળાં લગાવનારા જાણવા, એવું ઉપર્યુક્ત કારણથી કથવામાં આવ્યું છે કે શાનયાના રીનાનાં, થિાનાતિપ્રજ્ઞના ઉપર્યુક્ત કને ભાવ અવબોધીને જ્ઞાનીઓથી જે કંઈ બાહ્યથી કરાય તેમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે એવું જાણી તેનાં રહસ્ય જાણવાના ખપી થવું, પરંતુ નકામી નિંદા કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણીકહેણું વસ્તુતઃ વિચારતાં એકદેશીય હેય છે અને તેઓની રહેણુંકહેણુનું અનુકરણ પણ એકદેશીય છે. મહાત્માજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની કહેણી અને તેમની કહેણી કરતાં તેઓનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ કે જેથી તેઓએ જ્ઞાનધ્યાનમાં લીન થઈને જે જે અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે. આ વિશ્વમાં રૌઢિક આચારોમાં વિશેષ સહાયત્વ હોય છે અને યૌગિક આચાર કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમાં અને તે કરતાં મહાત્માજ્ઞાનીઓના હૃદયમાં અનન્તગણું સત્ય રહેલું છે. આત્માનો નિશ્ચય આત્મજ્ઞાનીએ જે કંઈ કરે છે તેમાં તેઓ વિશેષતા નિર્લેપ રહી શકે છે અને તેથી વિલકો પર અત્યંત અસર કરી શકે છે. જ્યાં સુધી કાયા વાણીનાં કર્મોમાં આત્મજ્ઞાનીઓને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું કર્મ કેવી રીતે કરવું ? તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેઓને અધિકાર પૂર્ણ થતાં સર્વ બાબતમાં સ્વતંત્ર બનીને પ્રારબ્ધગે જે કંઈ કરે છે તેને કંઈ નિયમ નથી.
અવતરણ -આત્મજ્ઞાની- બ્રહ્મજ્ઞાની બાહ્યકર્મોને કરતો છતો પણ નથી કરતે, કારણ કે તે બાહ્યકર્મોમાં આસક્ત નથી-ઈત્યાદિ નિવેદે છે.
कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः । अकुर्वन् सन् करोत्येव, मूढः कर्माणि मोहतः ॥ १४४ ॥
For Private And Personal Use Only