________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સ્વીકારેલી ધર્મ નિવૃત્તિ માર્ગ પર રચાયેલ છે. બૌદ્ધ ધર્મમાં પણ પાછળથી પ્રવૃત્તિ ધર્મ કર્મયોગની દાખલ થયેલ છે.” શ્રી લે. મા. તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત આવશ્યકતા. થતા નથી તેમજ તેમના વિચારો પૂર્ણાશે સત્ય પણ નથી. જૈન શાસ્ત્રોમાં
પ્રવૃતિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વન કર્યું છે એમ અમોએ પ્રસ્તાવના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણાવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમાં અને નિવૃત્તિ ધર્મમાં અધિકારની આવશ્યકતા છે; જૈન શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિયોની નિવૃત્ત દર્શાવી છે પરંતુ ધમ્ પ્રવૃત્તિયોની નિવૃતિ જણાતી નથી. સ્વાધિકાર ધમ્ય પ્રવૃત્તિઓ જેવી કે ઉપદેશ દેવે વગેરેને શ્રી તીથ કરે પણ સેવે છે તો પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં; માટે લે. મા. તિલકે તે સંબધી પોતાના વિચારોને બદલવા જોઇએ. સાધુઓ, ત્યાગીઓ પોતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકાનંદ વગેરેની પેઠે ધર્મપ્રવૃત્તિને એવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કમની. બ્રાહ્મવિદ્યાની, વૈશ્યકર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિયોને એવી શકે છે અને તેની સાથે ધર્મ વ્રત અને દેવ ગુરુની આરાધના પણ કરી શકે છે–એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. ગૃહસ્થાને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કંઇ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકતું નથી–એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. અત્યાર સુધી કેઈ ગૃહસ્થ જૈને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી. શાને ન માને તે કઈ જેત, ધર્મ પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છેડી શકે નહીં એમ કુદરતી નિયમ છે. અન્ય ધર્મ પાળનારાઓને પણ કુદરતી નિયમ છે. સ્વાભાવિક નિયમ એવો છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિ ધમને આચાર્યો પ્રરૂપે છે અને
જ્યાં નિવૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી બનેની સમતોલતા જાળવવા આચાર્યો પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતાં ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જેન શામાં પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગૌણુતાનાં ચક્ર ફર્યા કરે છે તેમ સર્વ ધર્મોમાં પણ થયા કરે છે ઇશુક્રાઈસ્ટને જયાં જન્મ થયો હતો તે તરફના લેકે રજોગુણી તમોગુણી આદિ પ્રવૃત્તિમાં મશગૂલ હતા તેથી તે દેશના લેકમાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતા રહ્યા કરે છે અને હાલ પણ ત્યાં એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગને ઉપદેશ દેઈને તેઓને કમમાં કમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મ માં લાવવાનું શક્રાઈસ્ટને ઈરાદો તેથી કંઈ તે ધર્મ નિવૃત્તિથી પર છે એમ કહી શકાય નહીં; આર્યાવર્ત જયારે પ્રવૃત્તિધર્મપ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા બુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિશ્ર ઉપદેશ આ હ ૨૫ને પાછળથી તે ધર્મના સાધુઓને જયારે પ્રવૃત્તિ ધમની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યો. ધર્મશાના કથન કરતાં ધર્મશાના અને ધર્મોના સંસ્થાપકેની પ્રવૃત્તિ વા નિતિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ક્ષાત્ર ધર્મ બતાવ્યા અને પોતે યુદ્ધ કર્યું નહીં–એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતા આદર્શ જીવનમાં એકાન્ત ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારે ધર્મ પ્રદરિયોને સેવવામાં ખામી રાખી નહોતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મને જે ઉપદેશ આપ્યો છે તેનું ત્રણ કાલમાં પરિવર્તન થઈ શકે તેમ નથી. શ્રીભગવદગીતા જે કાલમાં રચાઈ તે કાલમાં એટલે આજથી લગભગ બાવીસસો વર્ષ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મ પ્રધાન સાંખ્ય શાસ્ત્રનું, સંન્યાસ માર્ગનું, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતું અને તેથી લેકે નામર્દ બની ગયા હતા ત્યારે ક્ષાત્ર ધમની મહત્તા જાળવવા માટે પરંપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના
For Private And Personal Use Only