SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મના અનેક પ્રકારો. ( ૫૪૯ ) સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ આપત્તિકાલ વય દશા પ્રસંગો વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદર એવાં સંઘન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધાર્મિક કામોને દેશકાલ અનુસાર કરવો જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા માટે ઉચિત કર્મોને વ્યષ્ટિ અને સમષ્ટિની મહાસંઘશકિતને ભેગાં કરીને કરવાં જોઈએ. રજોગુણ અને તમોગુણી ધર્મોની હામે સત્ત્વગુણી ધર્મ ટકી શકે એવાં જેજે ધર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનમાં જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘન્નતિ, દેશેન્નતિ, સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્રબાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા ઉચિત અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન્ થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શકિતમાન થયા હતા. બેન્જામીન ઢાંકલીન, વોશીંગ્ટન, ગ્લાડસ્ટન, ગેરીબાલ્હી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા. લોકોના ધર્મસ્થાથે વેદાગમાદિના અવિરધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવર્તિ મનુષ્યોને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્ભવે છે. લોકોને ધર્મમાં સ્થિરતા કરાવનારા સ્થવિરોની જેટલી કિસ્મત આંકીએ તેટલી ન્યૂન છે. લેકની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મ પર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાય કરવાની આવશ્યકતા છે. અધમ મનુષ્ય વિશ્વની નૈસર્ગિક શાંતિનો ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ જીવોને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવર્તિ મનુષ્યોને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમાં અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે. અજ્ઞાની મનુષ્ય ધર્મનાં સૂક્ષ્મ રહસ્યને અવધી શકતા નથી, તેથી ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહાર અને આત્મિકધર્મમાં લોકોનું સ્થર્ય કરવા માટે કમગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રજાધર્મ, સામાજિકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શૂદ્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અસ્તેય ધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબીધર્મ, અતિથિધર્મ, ગૃહસ્થ ધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ ભકિતધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાન્તધર્મ, ઔપચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપચરિત સદ્દભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ, વ્યવહારધર્મ, નિશ્ચયધર્મ, જડધર્મ, ચેતનધર્મ, ભાવનાધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધર્મ, દાનધર્મ, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy