________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદોષ અને નિર્દોષની તરતમતા.
(૫૪૭ )
પાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણ અ૫ પાપ અને મહાલાભની દષ્ટિએ કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે તે અન્તમાં સૂક્ષ્મદ્રષ્ટિથી દેખતાં અવબોધાય છે. રજોગુણી ક તમોગુણ કર્મો અને સાત્વિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મોથી નિવૃત્તિ થઈ જાય છે એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવબેધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્મોમાં અને દેવગુરુ આરાધનાદિ ધાર્મિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધર્માગ છે એવું કર્મ જે કે સદોષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવું પડે છે. સ્વાધિકારવશ પ્રાપ્ત સદેષ વા નિર્દોષકર્મ કર્યા વિના છૂટકે થતું નથી. અમુક દષ્ટિબિંદુથી જોતાં અમુક કર્મ સદેવ ગણાય છે અને તેજ કર્મને અમુક દૃષ્ટિથી અવેલેકતાં નિર્દોષ ગણાય છે. નિર્દોષ વૃત્તિથી નિર્દોષ કર્મ થાય છે અને સદષવૃત્તિથી સદોષકર્મ કથાય છે. અન્તરથી નિર્દોષવૃત્તિથી કર્મ કરવામાં આવે છે અને તે કર્મ બાહ્યથી સદોષ પણ હોય છે. હિંસા આદિ કઈ પણ અશુભ પાપ પરિણામ વિના જે કર્મ સ્વાધિકારથી કરવામાં આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદોષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાદયેગથી જે કર્મ કરવામાં આવે છે તેને જ્ઞાનીઓ સદોષકર્મ કયે છે તેને જ જે અપ્રમાદયેગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કેઈ ધર્મવાળા મનુષ્ય કોઈ કર્મને સદોષ કથે છે ત્યારે તે જ કર્મને કઈ ધર્મવાળા નિર્દોષકર્મ કથે છે. નિર્દોષ પરિણામ અને સદેષ પરિણામના તરતમ સંદેષ અને નિર્દોષ કર્મની અનેક વ્યાખ્યાઓ સમજવી. કેટલાક કર્મો સ્વાધિકારે નિર્દોષ હોય છે તે જ કર્મોને પરાધિકારે સદષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે જે કર્મો કરવામાં આવે છે તે સ્વધર્મરૂપ હોવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કમે સ્વાધિકાર ભિન્નતાથી કરતાં સદોષભયાવહ ગણાય છે. સ્વફરજ તે સ્વધર્મ છે અને પશ્કરજ તે પરધમ છે. સ્વાધિકાર સ્વાત્મોન્નતિકારક કર્મોમાં સ્વધર્મોત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે કાર્યો કરવામાં પરધર્મત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્મોમાં નિર્દોષત્વની નિશ્ચયતા જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પરાખ થવાને વિચાર રહે છે. અએવ સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યોમાં નિર્દોષત્વ અવબધીને પ્રવૃત્તિ કરનારાઓ આત્માર્પણ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્ય માં સદષત્વ લાગવાથી ત્યાંથી નિવૃત્તિ થાય છે. કર્મોમાં દ્રવ્યક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદષત્વ તથા નિર્દોષત્વ છે. કેટલાંક કાર્યોમાં તેના બાહ્ય હિંસાના રૂપથી સદષત્વ કથાય છે પરંતુ વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કર્મબંધકર્તા તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કઈ કાર્યમાં સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદષત્વ રહેતું નથી. નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ સદોષ વા નિર્દોષ કર્મને ગૃહસ્થ કરે છે તેમાં અન્તરથી તેઓ નિર્લેપ રહે છે તો તેઓને કાષાયિક
For Private And Personal Use Only