________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
UF
અહ૫ પાપ અને મહાલાભવાળું કાર્ય કરવું.
( ૫૪૫ )
વિવેચન –જેથી પિતાને અન્ય મનુષ્યને બહુલાભ થાય અને અલ્પપાપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહપુણ્ય અને અલ્પપાપ, બહુસંવર અને અલ્પઆશ્રવ, બહુનિજેરા અને અલ્પપાપ, બહુલાભ અને અલ્પહાનિ જેમાં હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બલાભ અને અલ્પપાપ છે. દેરાસરો, પાઠશાલાઓ બંધાવતાં અલ્પપા૫ અને બહુલાભ છે. દવા કરતાં બલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જરાને બહુલાભ હોય તેવાં કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કોઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હોય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અ૫કર્મબંધ અને પિતાને તથા અને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કોઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભનો નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખો મતભેદો પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણ અલ્પલાભ અને બહેલાવાળા કાર્યોને નિર્ણય કરવામાં અનેક મતભેદો પડે છે, તેમાં • આત્મદ્રષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કર્મ કરવાયોગ્ય લાગે તેને આદર કરવો. સર્વ કાર્યો કરવામાં આત્મશ્રદ્ધા-આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કેઈપણ તકરારી બાબતનો નિર્ણય થતું નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં પણ જે અલ્પ પાપ અને બહુ લાભવાળો અભિપ્રાય પિતાને રુચે તે આદરવો. અલ્પપાપ અને બહુ લાભની દૃષ્ટિએ મહાપુરુષ કર્મો કરે છે. અ૯પપાપ અને મહાલાભ વિના કેઈપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલાં જેટલાં શભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમાં અ૮૫પાપ અને મહાલાભની દષ્ટિ જ મુખ્ય છે. આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને ગૃહસ્થ સ્વસ્વદયનુસારે અલ૫પાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં પણ અલ્પપાપ અને બલાભ દૃષ્ટિએ પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિમાં જયારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યની પડતીને પ્રારંભ થાય છે. ધર્મરાજ્યમાં પણ અલ્પપાપ અને બહુલાભ દૃષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તો ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તો ધર્મરાજ્યની પડતીને પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયેગે અલ્પપાપ, અલ્પહાનિ, અલ્પષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિઓ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. પ્રભુની સેવા કરવામાં કેઈપણ જીવની હિંસા થાય છે પણ ભકિતના પરિણામ દ્વારા મહાલાભ થાય છે તેથી તે દૃષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતાં પુષ્પ વગેરેથી અલ્પપાપ થાય છે પરંતુ તેમાં ભક્તિના પરિણામથી મહાલાભ પ્રગટે છે તે ઉપર ખાસ લક્ષ્ય દેવું પડે છે. સાધુઓનેઆચાર્યને વંદન કરવા જતાં અ૫ પાપ અને મહાલાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણ
For Private And Personal Use Only