________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
રાખો અને કથાકાર્યો કરે એટલે તમે કર્મયોગી બનવાના, કાર્યો કરવાથી કર્મ બંધાશે એમ એકાંતે માનીને ગભરાઈ ના જાઓ. શુદ્ધબુદ્ધિ અને નિષ્કામતા વડે તમે કર્મથી બંધાવાના નથી. ઊલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કર્મ યેગી બની પાશ્ચાની પેઠે દેશધર્મ રાજ્ય ધમ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકારે એવી શકાય છે. ગુણકર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય-નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસના-ઇચ્છા વિના કર્તવ્ય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારો. આત્માને શુદ્ધોપગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કર્મયોગીની સ્પર્ધામાં અન્યથી પાછા ન હઠ. કર્મ કર્મ કરી ન્હી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દ્વેષ કર્મનું બળ કંઇ હિસાબમાં નથી. આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીઓ આત્માને ઉદ્ધાર કરીને કર્તવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતાં જ્ઞાનવરણીયાદિ કર્મથી બંધ રહેવું એ પોતાના હાથમાં છે અને કર્મને બંધ કરે એ પણ પિતાના હાથમાં છે. જે કર્મયોગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધમ્ય પ્રવૃત્તિઓને કરે છે તેઓ પરમાત્મપદ પામે છે. સર્વ ભીતિએને ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો. નિરાકત બનીને કર્તવ્ય કાર્યો કરતાં મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ દેવ આડો આવીને દુર્ગતિ આપવા સમર્થ થતો નથી. કેઈ ઈશ્વર એવો નથી કે તમારો આત્મા નિરાસત બની કર્તવ્ય કાર્યો કરતો છતે પરમાત્મપદ પામે તેને વિના વાંકે કર્મ લગાડી શકે–આત્મા તેજ વસ્તુતઃ મોહદિ કર્મ ટળતાં પરમાત્મા થાય છે. આત્માને સ્વભાવ સત ચિદાનંદમય છે, એમ આગમો, નિગમો વર્ણવે છે. આત્મા જ્ઞાનદર્શનચારિત્રવીર્યમય છે. જેનશાસ્ત્રોમાં જીવ આત્મા, ચેતન, બ્રહ્મ, એ સર્વ આત્માને પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આત્માની સાથે કર્મને અનાદિકાળથી સંબંધ છે એમ જેને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. અનંત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કમથી રહિત આત્મા થાય છે, ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે. આત્મા તેજ પરમાત્મા છે. તે વિના અન્ય ઈશ્વર નથી. આત્માને ઉપરી અને તેનો શુભાશુભ ફળ દાતાર અન્ય ઈશ્વર નથી. આત્મા તેજ ઈશ્વર છે. તે પોતે શુભાશુભ કર્મ ફળને ભોક્તા બને છે. કમ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ, પ્રશ્ય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કર્મનો સંબંધ રવીકાર પડે છે. સર્વજ્ઞ વીર પરમાત્માએ આત્મા અને કર્મનું સ્વરૂપ કેવલજ્ઞાનથી સાક્ષાત્ દેખ્યું હતું; માટે કર્મ સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મ યેગી બની જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ કરવો જોઈએ.
આર્યાવર્તમાં હાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. જૈન કોમને કર્મયોગીઓની જરૂર છે એટલું જ
નહિ પરંતુ હાલ આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામાં કર્મયોગીઓની ઘણી આર્યાવર્ત માં તથા જરૂર છે અને તે કર્મયોગીઓ પણ ગુણકર્માનુસારે અનેક પ્રકારના પ્રટાવવાની
સર્વ વિશ્વમાં જરૂર છે લોકમાન્ય તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી, મીસીસ બેસન્ટ, સત્ય કર્મયોગી- સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્ય કર્મયોગીઓમાં કથંચિત ગણુના એની જરૂર. થઈ શકે તેમ છે. શ્રીમાન ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા
બ્રાહ્મ વર્ગમાં અને ગણતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણકર્માનુસાર ગણના થઈ શકે તેમ છે. બ્રાહ્મણ વર્ગનાં અને ક્ષાત્ર વર્ગનાં કાર્યો ભિન્ન ભિન્ન છે. ઈડરનરેશ શ્રીમાન પ્રતાપસિંહની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમાં હાલ ખરા ક્ષાત્રવાર તેમજ બ્રાહ્મવીર તથા વૈશ્યવીરે ખરેખર યુરોપાદિ દેશની અપેક્ષાએ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા છે. સાંપ્રત જમાનામાં તે આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ગુણકર્મ પ્રવૃત્તિથી યુક્ત બનવું જોઈએ. જે
For Private And Personal Use Only