________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૨ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
श्लोकः यस्य नाऽहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स हमाँल्लोकान् न हंति न निबध्यते ॥ જેને અહંકૃતભાવ નથી અર્થાત્ સર્વ કાર્યો કરે છે તેમાં અહૃa વૃત્તિ નથી, જેની બુદ્ધિ અહંવરાગાદિ ભાવથી લેપાયમાન થતી નથી તે મનુષ્ય સકલ લોકોને મારી નાખે છે તો પણ તે મારતો નથી અને તેથી તેને બંધન થતું નથી. બ્રહાજ્ઞાની-આત્મજ્ઞાની બાહ્ય લોકેાની દૃષ્ટિએ હિંસક છતાં વસ્તુતઃ તે હિંસક નથી એવી તેની દશા થવાથી તે કર્મવેગીના સત્યપદને પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ તે સત્યકર્મચગી બની શકે છે. વસ્તુતઃ અપેક્ષાએ કથ્ય સારાંશ એ છે કે-બ્રહ્મદષ્ટિથી આત્મજ્ઞાની સત્ય કર્મચગી બની શકે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતે છતાં પણ અકર્તા છે મુક્ત છે, સુખી છે. બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીઓને કર્મપ્રવૃત્તિ છતાં અક્રિયતા છે-એમ અનુભવજ્ઞાન થતાં જ્ઞાનીઓને તે સહજે અવાધાય છે. મૂઢને અજ્ઞાનીઓને જે પ્રવૃત્તિ બંધનાર્થે થાય છે તેજ પ્રવૃત્તિ કર્મો ખરેખર આત્મજ્ઞાનીઓને બંધન માટે થતાં નથી. ઉલટું તેજ કર્મો જ્ઞાનીઓને સગુણેથી મોક્ષાર્થે થાય છે. અજ્ઞાની અને જ્ઞાની એ બન્નેની બાહ્યશરીરાદિ પ્રવૃત્તિ તે એક સરખી દેખાય છે, પણ તે બન્નેના પરિણામની વિષમતાએ ભેદ છે; બાહ્યથી તેઓ કર્મમાં સરખા છતાં અન્તરથી સરખા નથી. અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ તેના બંધનાર્થે થાય છે અને જ્ઞાનીની તે બાહ્યપ્રવૃત્તિ તેના મોક્ષાર્થે થાય છે–તેમાં ચિત્ત જ કારણભૂત છે. અજ્ઞાની આસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે અને જ્ઞાની અનાસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે. બ્રાહ્મણદિ ચારે વણેમાં . અને ત્યાગીઓમાં, જ્ઞાનીઓમાં અને અજ્ઞાનીઓમાં પ્રવૃત્તિનું સ્વરૂપ ઉપર્યુક્ત દૃષ્ટિએ અવધવું. જ્ઞાની અને અજ્ઞાની અને ક્ષત્રિયે સાથે યુદ્ધ કરતા હોય પરંતુ તેમાં અજ્ઞાની ક્ષત્રિય કર્મથી બંધાય છે અને જ્ઞાની ક્ષત્રિય કર્મથી મૂકાય છે–તેમાં અન્તરંગ પરિણામની મુખ્યતા અવધવી. જ્ઞાનીઓ જે જે અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેમાં અજ્ઞાનીઓની દૃષ્ટિથી તે બંધાયેલા જેવા લાગે છે પરંતુ તેઓ અન્તરથી અનાસક્ત હેવાથી નિબંધ રહે છે. અતએ જ્ઞાન અને અજ્ઞાન દશાનું સ્વરૂપ અવબોધ્યા વિના ઉપરઉપરથી કોઈપણ મનુષ્યની પ્રવૃત્તિથી કોઈ જાતનો અભિપ્રાય બાંધવો તે પ્રભુમય જીવનદષ્ટિની અર્થાત્ બ્રહ્મદષ્ટિની બહાર છે. જેનાગોમાં વેદમાં ઉપનિષદમાં પુરાણમાં બાઈબલમાં કુરાનમાં અને ધમ્મપદ વગેરે ગૌતમબુદ્ધના ઉપદેશોમાંથી સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું એટલું બધું બળ છે કે --Tv વામન પુર્વ7 રન નિર્દેજ: રોમ ગુજ: જે વડે કર્મો કરતે છતાં પણ જ્ઞાની પુરુષ નિર્લેપ શેભે છે-જ્ઞાનના
For Private And Personal Use Only