________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
==
( ૫૦૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
F
આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. ઉદયમાં આવેલાં આઠે કર્મને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કર્મોને આત્મા રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સમ્મુખ થયાં નથી પરન્તુ આત્માની સાથે લાગી રહેલાં છે તેને સંવિતા અવધવું. જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ચહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતાં રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણ કર્મ કળવામાં આવે છે,-એમ અમ્મદીય વિચારપરિભાષાએ અવબોધવું. બન્યમાં આવેલાં અને સત્તાએ પડી રહેલાં કમેને સંચિત કર્મો તરીકે જાણવાં. કવિધ, થિતિષ રણવશ્વ અને રાઘષ એ ચાર પ્રકારે કર્મને બંધ અવબોધ. વંધ, ૩, વીજળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવધવું. યોગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિબન્ધ અને પ્રદેશ, બધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલ છે. આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વનો અને આત્માના મૂળધર્મરૂપ દેશ ચારિત્ર અને સર્વ વિરતિરૂપ ચારિત્રને જે રોધ કરે છે તેને કષાયો કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિઃકષાય ભાવે માત્ર કાયાદિગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબન્ધ અને પ્રદેશમાં માત્ર શાતા વેદનીયરૂપ બાંધે છે અને તુરત ભેગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ
જ્યાં સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શક્તી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવબોધ. આત્મા તે પ્રકૃતિના અનુદયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણ તેમજ પ્રકૃતિના દલિકનો સર્વથા ક્ષય કરી શકે છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત કરાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી યોગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમાં એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામબાલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બન્યાય છે. કષાયના અ૫ત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કવાય પ્રાચુર્યથી દેવ અને મનુષ્ય સંબંધી અપઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાના ગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસચૂન બંધાય છે; મનગવડે ઉપાર્જિત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણે વિસ્તારવાળો હોય છે પણ તે અલ્પકાળમાં પણ ભેગાવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ કાત્સર્ગમાં સાતમી નરક
For Private And Personal Use Only