________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત્ કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને સ્વાધિકાર સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય; પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ ના જવાય ત્યારે અવધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનેગપૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થયેલ છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્તુત્વ મેહ ત્યાગ કરીને વ્યાવહારિક દષ્ટિની પ્રવૃત્તિએ સ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીને અન્તરથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અન્તરમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિશ્વમાં કર્તુત્વની અહંવૃત્તિ રાખવી એ કલ્પના માત્ર છે. કર્તુત્વની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે કાલ સ્વભાવ, નિયતિ આદિને પામી થયા કરે છે; તેમાં આત્મા તે બાહ્ય કાર્યમાં નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્ત માત્ર છે; માટે કર્તવસંમેહ કરે કેઈને છાજતો નથી તે મારે શા માટે મેહ કરવો જોઈએ? કર્તૃત્વસંમેહ તે આત્માને ધર્મ નથી તે તે વિભાવિકપરિણતિ છે તેથી દૂર રહેવું જોઈએ. એ પ્રમાણે જ્ઞાની અન્તરમાં નિશ્ચય કરીને કર્તવસંમોહવૃત્તિ વિના સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની સ્વાત્માને જ્ઞાનદર્શનચારિત્રરૂપ માનીને શુદ્ધોપગવડે અન્તરમાં ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્ય ધાર્મિક તથા વ્યાવહારિક કર્યોની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે. શુદ્ધોપચગવડે આત્માને શુદ્ધ ધર્મ તે જ આત્માને છે એમ આત્મજ્ઞાની માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાપ્તાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યોને તટસ્થ સાક્ષીભૂત થઈને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી કર્તવ્ય કાર્યોને કરે છે, તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવર્તિ મનુષ્યની અન્ય કરતાં અનન્ત ગુણ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તે જ પરમાર્થ દ્રષ્ટિએ કર્તવ્યકાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનીકમગીઓની જેટલી ન્યૂનતા તેટલી વિન્નતિની ન્યૂનતા અવબોધવી. જ્ઞાની શુદ્ધોપગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્યકાર્યને સમાચારે છે તેથી તે આત્માના ગુણેની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી આવવા દેતું નથી અને કર્તવ્ય કાર્યો કરીને પ્રાપ્ત ગુણેની પરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાતું રહેતું નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કાર્ય કરવામાં કઈ જાતને દોષ નથી, પરન્તુ અનન્તગુણલાભ છે. એવું અવધીને જ્ઞાની કર્તવ્ય કાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધકર્મથી જે જે કાર્યો કરે છે તે વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે તેમાં સદોષતા હોય તથાપિ તેની અધિકાર દિશાએ નિર્દોષતા અને સ્વપરની ઉત્કાન્તિ કરનારું તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ કરી શકે છે. વિષ્ણુકુમાર મુનિએ સ્વાધિકારવશતઃ જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સંઘને શાન્તિ કરનારૂં
For Private And Personal Use Only