SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૩૯ છે. જૈનશાસ્ત્રોનું અધ્યયન કરીને ગૃહરથામાં અને ત્યાગીઓમાં અને ક કામગીરી પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે. કમલેગી પ્રકટ્યા વિના ફક્ત કર્મયોગના ગ્રન્થથી કંઈ દેશ, સમાજ, સંધની ઉન્નતિ થઈ શકતી નથી, માટે હાલમાં ક્રિયા દ્વારકાની અર્થાત્ મહાકર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિઓમાં અવનવ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગીઓ છે. પાંચે ઈનિદ્રાના શુભાશુભ ભાવમાં ન લેપાતાં જે નિરાસતપણે વફરજને અદા કરે છે-તે સત્ય સત્ય કર્મયોગી કર્મયોગી છે. શ્રી મહાવીરસ્વામીના સમયમાં ગૃહસ્થાવાસમાં શ્રેણિક, ચટક આનાં લક્ષણ રાજા વગેરે સત્યકામગીઓ હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા અને ચેડા રાજાનું મહાયુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા, તે પશુ પિતાને ક્ષાત્ર ધર્મને અનુસરે નિરાસતથી યુદ્ધ કરવામાં પાછા પડ્યા નહોતા, પરમ જૈન ચેડા મહારાજાએ વ્યાવહારિક કમ મને સારી રીતે બજા હતે. ચેટક રાજા વગેરે જૈન રાજાઓ ક્ષાત્ર ધર્મથી ભ્રષ્ટ થયા નહતા. જેન ખારવેલ રાજાએ, સં પ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દંડનાયકે વગેરે જેને ક્ષત્રિયોએ અને ધન્નાશા તથા શ્રી મહાવીરના શ્રાવક આનંદાદિક વૈસે એ વૈશ્ય ધમની ફરજ બનાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું; જે મનુષ્યો જ્ઞાનબલ, વિદ્યાબલ, શરીરબલ, ક્ષાત્ર ધમબલ, વૈશ્ય કમબલ, લક્ષ્મીબળ, સત્તાલ, ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળાની પરિપૂર્ણ ઉન્નતિઓને સંરક્ષી શકે છે તે ખરેખર કર્મયોગીઓ જાણુવા, જેને જો ઉપર પ્રમાણે બળાનું રહાણ ન કરે અને ભગતીયાં જેવાં બની સર્વ શુભ શકિતયોને નાશ કરે તો તેઓ દુનિયામાં નામદ, બીકણ અને પૂર્વના કર્મયોગી જૈનોના વારસાઓના નાશ કરનારા બને માટે જૈનોએ નકામા પાપના ભયથી તથા ભ્રાન્તિથી નિવય ન બનવું જોઈએ. આ કાલ એવો છે કે જે મનુષ્ય અન્ય ધમય, અન્ય દેશીય કર્મયોગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા-તે મર્યા વા મરી જવાના. તેઓની સંતતિને તેઓ ગુલામ બનાવનારા જાણવા અને તીર્થકરોની આજ્ઞાથી ભ્રષ્ટ થએલા જાણવા. કર્મવેગમાં કર્મયોગીએનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યાં છે તે લક્ષણોને પરિપૂર્ણ વાંચી તે પ્રમાણે જે વર્તાવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા સાધુદશામાં ખરા કર્મયોગીઓ બનવાના એમાં જરા પણ શંકા નથી. કર્મ યોગને આાંત વાંચી જવાથી મનુષ્યને કર્મયેગીઓનાં લક્ષણેનું પૂગ જ્ઞાન થઈ શકે તેમ છે. જે તેમના લેકે, જે ધર્મના લોકો, જે દેશના લોક જન્મભૂમિની સેવાનો ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે, રાજ્યસેવાનો ત્યાગ કરે છે, જન્મભૂમિના અભિમાનને તથા ધર્મોભિમાનનો ત્યાગ કરે છે તે લોકો દુનિયામાં નામદ, ગુલામ, બીકણ, સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ ત્યાગીઓ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની-સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણાને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણોનો લેકાના આચારમાં ઉતારવાને ગુરુકુલો, વિદ્યાપીઠ, વિદ્યાલય સ્થાપવાની ઘણી જરૂર છે. જૈન ધર્મને સર્વ યુક્તયોથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવો કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે. રથ અને ત્યાગી કમગીઓએ સ્વાધિકારે હાલ જે ઉપયોગી કાર્યો કરવાનાં છે તે કરવાં જોઇએ. નિત્ય નૈમિત્તિક કાર્યો કરવા જોઈએ. દેશ રાજય પ્રજાની પ્રગતિ થાય તેવાં વર્તમાન સંયોગોને અનુસરી કર્મો કરવા જોઈએ. અહંતા, મમતા વગેરેને ત્યાગ કરી ભય ખેદ ઠેષ પરિહરી નિષ્કામ બની ધમની For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy