________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય?
( ૪૩ય )
નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલ વિશ્વના ઊપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલ વિશ્વની વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવર્તિ સર્વ જીવોના અને અજીવોના ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્યકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વના ઊપગ્રહની અપેક્ષા રહે છે. શુદ્રકની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપયોગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાર્થે અનન્ત વિશ્વવર્તિ ય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા ય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. રેય પદાર્થો અનન્ત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તતદ્ન વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતો માટે ઉપગ્રહની આવશ્યકતા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે યોગીઓ ત્યાગીઓ વૈરાગીઓ ફકીરે આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે; અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. યોગીઓ ત્યાગીઓ અને સાધુઓને અન્ન-જલ-વાયુ-અગ્નિ-મનુ વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાયુ વિના કોઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન જલ વાયુ સ્થાન વસ્ત્ર પાત્ર પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન જલ વાયુ વસ્ત્ર પાત્ર સ્થાન વગેરેને ગ્રહણ કરતાં તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેઈની જરૂર નથી, કોઈની પરવા નથી એવું વદવું તે તે એક જાતની ઉપેક્ષા જ અવધવી. વસ્તુતઃ ઉપગ્રહદૃષ્ટિની અપેક્ષાએ આ સંસારમાં સર્વોને પરસ્પર ઉપકારને સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાન્તિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરોહી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવે અને સર્વ અજીના ઉપગ્રહને અદ્યપર્યન્ત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીન અને અજીવોને ઉપકાર માનવો જોઈએ અને ષડદ્રવ્યો અને નવતભૂત વિશ્વની ઉપયોગિતા અને સારભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ જરા અને મરણનાં બંધનેથી વિમુક્ત થઈ શકાય; ઉપગ્રહ દૃષ્ટિએ खामेमि सधजीवे, सब्वे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूपसु, वेरं मज्झं न केणइ ॥ मे ગાથાને અર્થે અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વકુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મદષ્ટિએ ક્ષમાપના કરવામાં આવે છે તે ઉપગ્રહ દૃષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યકતા છે તેનું વાસ્તવિક મહત્વ અવબંધાય છે અને પશ્ચાત્ હૃદયેગારપૂર્વક વિમતુ સર્વત, પતરતા મતુ મૂતore રોપા થાતુ નાશ, સર્વત્ર ગુણીમાનું ઢા: In ઈત્યાદિનું સહેજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વમનુષ્યને સુખને માર્ગ દર્શાવનાર પંચશતગ્રન્થ રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે પરોપકો જીવાનામ્ એ સૂત્ર રચીને જીવોને પ્રથમ કત ઉપકારકર્મને માર્ગ પ્રબોધાવીને વિશ્વશાલામાં તેઓના આત્માની
For Private And Personal Use Only