________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
મૂકાયું છે એમ અવધવું. મહાપુરૂષોનો માર્ગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાર્થે થાય છે એવું અવધી સહનશીલતાથી જે જે દુઃખ વિપત્તિ પડે તે સહન કરીને જે કંઈ થાય તેમાંથી શુભ શિક્ષણ ગ્રહણ કરીને આત્મોન્નતિના માર્ગમાં પ્રતિદિવસ વહેવું જોઈએ. હાલ જે અવસ્થા દુઃખમય દેખાય છે તે અવસ્થા ભાવિસુખને માટે હોય છે એવું અનેક મનુષ્યના સંબંધમાં બને છે એવું જાણું કદાપિ વૈર્ય ન હારતાં કર્તવ્યકર્મમાં સદા તત્પર થવું જોઈએ. જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય તે સ્વાધિકારે શુભાર્થ માની કરવાં જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવું જોઈએ, ભાવીના ગુપ્ત ઉદરમાં શું શું ભર્યું હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવબોધી શકતા નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિકલ્પસંકલ્પ ચિંતાને ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભાર્થ છે એવું માની કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. મહારાજા શિવાજીને ઔરંગજેબે દિલ્હી બોલાવી કેદ કર્યો તેથી દક્ષિણ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું બીજ રોપાયું અને શિવાજીએ હિન્દુરાજ્યની દક્ષિણમાં સ્થાપના કરી. “શિવાજી ન હોત તે સુન્નત હેત સબકી” ઈત્યાદિવડે શિવાજીની કીર્તિ અમર થઈ. જૈન શ્વેતાંબરની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકો રહ્યાં છે; તે કારણે સામગ્રી પામીને ભવિષ્યમાં સ્વફલેને દર્શાવશે. હિતશિક્ષણષ્ટિ અને અશુભમાં પણ શુભ દર્શનવૃત્તિએ અવલોકીએ તે સ્વાધિકાર જે કંઈ થાય છે તે શુભાર્થ છે એવું અવધી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવૃતિ થાય છે તે શુભાર્થી પરિણમે છે એમાં કઈ જાતની શંકા જેવું નથી. હિંદુસ્થાનમાં હિન્દુ અને મુસલમાન એ બે કોમ પરસ્પર યુદ્ધ કરીને અધઃપાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિકારક સામ્રાજયની ભાવના ઉદભવી; તેના પ્રતાપે આર્યાવર્તમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુઓ અને મુસલમાને શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાથું છે એમ માનીને આવશ્યક કર્તવ્ય કાર્યો પ્રતિદિન કરવાં જોઈએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે. દુ:ખ સંકટ વિપત્તિથી શુભ માર્ગપ્રતિ ગમનઈરછા થાય છે–ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભાર્થ થાય છે એમ અવબોધાવીને કર્તવ્યકાર્યોમાં અડગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યકતા જણાવી છે. અપેક્ષા વિના જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઇ થાય છે તે શુભાર્થ થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉલ્કાતિવાદ દષ્ટિની અપેક્ષાએ આત્મા નિગોદથી પ્રારંભીને ઉચગતિ અને ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપ્રતિ આરેહતો જાય છે તેમ તેમ તેની પ્રવૃત્તિમાં જે કંઈ થાય છે તે શુભાર્થ
For Private And Personal Use Only