SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રકારના વિચારમાં મન પ્રવર્તી શકે અને નિતી શકે એવા જ્યાંસુધી અભ્યાસ નથી થયે ત્યાંસુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્યો સેવક છે અને મનરૂપ નપુંસકના સેવકાથી આ વિશ્વમાં મહાન્ કાર્ય અની શકે એ આકાશકુસુમવત્ અવમેધવું તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્યકાર્ય કરવાને સ્વાધિકાર બહુ દૂર છે. એમ અવધવું. ઉપર્યુક્ત હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરી હે મનુષ્ય ! ! ! ત્યારે સ્ત્રાધિકારે મન વશ કરી કન્યકાર્યાં કરવાં જોઇએ. સ્વામી રામતીર્થ એક વાર અમેરિકામાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લાકે હિમાલય વગેરે પતામાં ચેાગ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિલે પ રહી સર્વ કર્તવ્યકાર્યાં કરે. આવી ચાગ્યતારૂપ યોગસિદ્ધિ કરીને તેઓ કચેગી બની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપર્યુક્ત કથ્ય સારાંશ એ છે કેતેઓ કવ્યકમાં કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા ચેાગ સાધે છે. આવા ચેગસાધનથી મેહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર, કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનોતીને પગતળે દાબી દીધી તેમ કર્તવ્યની મેાવૃત્તિ પનોતીને સ્વપરાક્રમવડે દબાવી દઇ કમ યાગી હનુમાન્ બની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદીઓ, પર્વતા, ગુફાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યાએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કન્યકાર્યો કરવાં જોઇએ, હે મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યો કરવાં જોઇએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કન્યકાર્યાં ન કરવાં જોઇએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવી શકે એમ બનવા યોગ્ય છે; ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂર્વક યોગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય ! હારેક બ્યકાર્યાં કરવાં જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઇએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પોતાના બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માના તારક છે. અન્ય કોઈ તેના તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવાં જોઇએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલા થતી હાય તે સુધારવી જોઇએ. દરરાજ મનને આત્માના વવતી બનાવવાના ઉદ્યમમાં પ્રવર્તવાથી અન્તે કન્યકચેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવર્તિમનુષ્યોને ઉત્તમ કયેાગીએ બનાવી શકાય છે. અવતરણ—આવશ્યક કર્તવ્યકર્મ જે થાય છે તે સારાને માટે થાય છે, કરાય છે એવુ' માની કર્તવ્ય કરવાની દિશા જણાવે છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy