________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
શ્રી કર્મ
ગ્રંથ-સવિવેચન.
અને પરંપરાભ્યાસ બળવડે હુને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક નૈતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્યકાર્ય કર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ શ્લોકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિને પ્રકટાવ ! અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે.
श्लोकः
शक्यते हि मया कर्तु, मयि शक्तिश्च तादृशी ।
आत्मश्रद्धां समानीय, कर्तव्यं कार्यमागतम् ॥ ६४ ॥ શબ્દાર્થ–મારવડે અમુક કાર્ય કરવા યોગ્ય છે; મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવું આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન–કોઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કરવો. મારામાં તે કાર્ય કરવા યોગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કર પશ્ચાતુ સ્વાત્માને શાશક્ય કોટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ગ્ય છે એમ નિશ્ચય થતાં પશ્ચાતું આ કાર્ય મારાવ કરવા એગ્ય છે એ દુભાવ સદા હદયમાં ધારણ કરવા જોઈએ. સારામાઘના ૨૫ વમવતિ સારí. આત્માને દઢ સંક૯પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલ પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામાં એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના કેપ્લીન વિમાન શોધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ સિદ્ધ કરી શકાય છે. પૃથ્વીન વિમાન શોધકે પ્રથમ મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન શોધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્યકાર્યમાં પ્રાણાતિનો યજ્ઞ કરવા લાગે; તેની કર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યોએ હજી કાકી તો પણ તે સ્વકૃત નિશ્ચયથી ડગે નહિ અને સતતાભ્યાસથી સ્વાર્યમાં મચ્યો રહ્યો. છેવટે તેણે સ્વિકાર્યમાં વિજ્ય મેળવ્યું. રાવણે અને લમણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી; પરન્તુ તેને દુરુપયોગ કરવામાં આવ્યું તેથી રાવણને નાશ થા. પાંડવો અને કૌરના સમયમાં અનેક અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે
For Private And Personal Use Only