________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્ય–વીર્ય કયારે વધે ?
( ૩૮૭ )
કાર્યો કરી શકાય છે. ઈત્યાદિ સંકલ્પબળ અવબોધીને સંકલ્પની દૃઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને જેઓ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સંકલ્પ કર્યા વિના પ્રારબ્દાનુસારે કર્તવ્ય કર્મો કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યો કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલ્પનો ત્યાગ કરો અને શુભસંકલ્પપૂર્વક અધિકાર પ્રાપ્ત ર્તવ્યને કરવાં. સંકલ્પની દઢતા વડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિ વડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે. અવતરણુ–કાર્યસમાસિથી આત્મામાં કાર્ય–વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રધવામાં આવે છે.
श्लोकः समाप्तेः कर्मणः स्वस्मिन् कार्यवीर्यं प्रवर्धते ॥
सतताभ्यासयोगेन शक्तिवृद्धिः प्रजायते ॥ ६२ ॥ શબ્દાર્થ કાર્યની સમાપ્તિથી સ્વાત્મામાં કાર્ય-વીર્ય પ્રવધે છે. સતતાભ્યાસગે શક્તિવૃદ્ધિ ઉદ્ભવે છે.
વિવેચન–આ શ્લોકને ભાવાર્થ અનુભવગમ્ય કરવામાં આવે તે કર્તવ્ય કર્મ કરવાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઈ શકે છે. ઉપરના શ્લોકમાં કહેવામાં આવ્યું કે પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દૃઢતાપૂર્વક કાર્ય કરવું જોઇએ. આ લેકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શકિત છે તેનો નિર્ણય કરવામાં આવે છે. સામાન્ય લઘુ કાર્યનો પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી આત્માને ઉત્સાહશક્તિ વધે છે. અને અન્ય કાર્યોને સમાપ્ત કરવાની આત્મશક્તિ ખીલે છે. એમ સર્વત્ર કર્મચગીઓના આત્માઓની શકિતઓનું સૂફમ નિરીક્ષણ કરતાં અવબોધાય છે. સિકંદરે પ્રથમ લધયુદ્ધ૩૫ કાર્યની સમાપ્તિ કરી વિજય મેળવ્યો તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શદ્ધ પ્રવૃત્તિશકિત વધતાં વધતાં એટલી બધી વધી કે તેણે હિન્દુસ્તાન( આર્યાવર્ત) પર સ્વારી કરી અને તેણે અનેક દેશોને જીતી લીધા. નેપાલીયન બેનાપાર્ટમાં પણ ધીમે ધીમે કર્તવ્ય કાર્ય સમાપ્તિથી આત્મશક્તિ વધવા લાગી અને તે એટલા સુધી વધી કે તેથી તેણે આખા યુરોપ દેશને ધ્રુજાવ્યું. વિદ્યાકાર્ય જ્ઞાનકાર્ય ક્ષાત્રકામે વ્યાપાર કર્મ કૃષિકલાવિજ્ઞાન સેવાપ્રવૃત્તિ વગેરે પ્રથમ પ્રવૃત્તિ કરતાં કરતાં પશ્ચાત્ તે તે શક્તિની વૃદ્ધિ થાય છે; અને તે તે કાર્યની અમુક અંશે સમાપ્તિ કરતાં પશ્ચાત્ ઝટિતિ કાર્ય કરવાની આત્મશક્તિ વધે છે. શારીરિક શકિતવૃદ્ધિમાં પ્રથમ પ્રોફેસર
For Private And Personal Use Only