________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૬)
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પિતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુભ અસર થાય છે; તે અન્ય જીવોનું તે કહેવું જ શું? શુભાશુભ સંકલ્પ બળથી વિદ્યુની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે; મંત્રશાસ્ત્રોનાં રહસ્યનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંકલ્પબલનું માહાત્મ્ય અવબોધાશે. શુભાશુભ સંકલ્પ પર વિશ્વમાં એક કિવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પાસે મેકહ્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહો અ૮૫ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહો દીર્ઘકાળ પર્યંત રાજ્યગાદી ભોગવે છે તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશો. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કયું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ મહાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દરરોજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈએ એવા દઢ સંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખે; તેથી છ માસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાંત જણાવ્યું. ચીનના શાહે કણ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનનો ભાવ મહાજનથી અવધા નહિ તેથી મહાજને પુનઃ કસ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે. ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંકલ્પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું ! તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુઓના શાપ લે છે, કરડે મનુષ્યની આંતરડી કકળાવે છે અને કરેડા મનુષ્યની હાય લે છે તેની પ્રજા દરરોજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહ હિન્દુસ્થાનમાં ક્યાંથી દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકે વારૂ? અલબત ન કરી શકે. કરોડ મનુષ્યની હાય લઈને કણ મનુષ્ય દીર્ઘકાલપર્યન્ત જીવી શકે ? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુઃખો આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મોકલ્યા. तुलसी हाय गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसें, लोहा भस्म हो जायઇત્યાદિથી અવબોધવું કે અશુભ સંક૯પથી અશુભ થાય છે અને શુભ સંક૯૫થી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત એગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંક૯૫નું બળ કેવું છે? તે અવબોધશે. ચાણકયે સંક૯૫ની દઢતાવડે પટણની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડો અને નન્દને નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંક૯૫ની દૃઢતાવડે અનેક
For Private And Personal Use Only