________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરજ અદા કરવી તે જ સ્વધર્મ.
(૩૭૯ )
પ્રારંભ્યા પશ્ચાત્ તે શેકાધીન થતું નથી; તે ફક્ત ફરજની દૃષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અન્તરમાં તે કોઈનાથી સંબંધ ધરાવતો નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતા–નીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શિલીને કર્મયોગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહંવૃત્તિથી નિર્મુક્ત હોવાથી શોક કરતા નથી. વાસ્તવિક દષ્ટિએ જ્ઞાની પિતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! ત્યારે શક ન કરવો જોઈએ. આફ્રિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતી. એવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમાં એન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા
દ્ધાઓએ બાલકો અને સ્ત્રીઓને હોડીઓમાં ઉતાર્યા. હવે હોડીઓમાં અન્ય પુરુષ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી; તત્સમયે આગબોટ જલમાં ડુબવા લાગી. દ્ધાઓ તે ફોડવા લાગ્યા અને પ્રભુગાન કરતા કરતા સ્વકર્તવ્ય ફરજ બજાવી દરિયાના તળીએ પહોંચ્યા. સ્ટીમરના યોદ્ધાઓએ શેક ન કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તો મૃત્યુ છે એમ સમજવાની સાથે આર્યાવર્તના મનુષ્યમાં કર્તવ્ય કાર્ય કરતાં અનેક શેકાદિક કારણે છતાં શોક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વસ્વ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હોય પરંતુ કર્તાયફ એજ રવજીવન છે એમ પ્રાધી કાર્ય પ્રવૃત્તિમાં કોઈ જાતને શક નહિ કરે ત્યારે તે કર્મગના દુર્ગ માર્ગમાંથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્ય પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ સ્વકર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગબોટને આગ લાગી. આગબોટમાં એક પિતા હતો. તેણે પિતાના પુત્રને તુતક પર રહેવાની આજ્ઞા કરી. તુતક પર આગ લાગી પરન્તુ તેનો પુત્ર ત્યાં જ સ્થિર ઉભું રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ સ્વકર્તવ્યસર્જથી ત્યાં ને ત્યાં સ્થિર રહ્યો. આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયો પણ ત્યાંથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તદ્વત્ પ્રત્યેક મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિકતાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવાં; પરન્તુ કાર્યસિદ્ધિ ન થતાં, લાભ ન મળતાં અને વિદનો આવતાં શોક ન કરવો જોઈએ. જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતન ! ત્યારે શોક ન કરવો જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવો જોઈએ. ધર્મે નિધનં : સ્વધર્મમાં નાશ થાય છે તે શ્રેષ્ઠ છે; તેથી આમોત્કાન્તિના માર્ગથી ભ્રષ્ટ થવાતું નથી અને અન્ય ભવમાં આત્મત્કાન્તિને અનુક્રમ સદા પ્રવહ્યા કરે છે. વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સ્વકતવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન વાણી અને કાયાની ક્રિયાઓની ફજે ખરેખરી રીતે બનાવાય છે. શેક કરવાથી આત્માની શક્તિ પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને
For Private And Personal Use Only