________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનિદ્રાને ત્યાગ કરો.
( ૩૬૫)
ફ
मोहनिद्रां परित्यज्य जागृहि स्वात्मबोधतः ।
उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥ ५८ ॥ શબ્દાર્થ –મોહનિદ્રાને ત્યાગી આત્મબંધથી જાગ્રતું થા-ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્મકાને કર.
વિવેચન-દર્શનમોહનીય આદિ મોહનિદ્રાનો ત્યાગ કર્યાથી સ્વાત્મબોધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને યોગ્ય એવાં કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબોધ થયા વિના સ્વાત્મકાર્યો ક્યાં ક્યાં, ક્યા કયા અધિકાર પ્રમાણે કરવા યોગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી. મેહુનિદ્રાનો ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્યગુ બધ થયા વિના ઉત્સાહ પ્રગટતો નથી. અએવ મેહનિદ્રાનો ત્યાગ કરીને આત્મબંધથી જાગ્રત્ થવાની જરૂર છે. શલગમુનિએ જ્યારે મેહનિદ્રાનો ત્યાગ કરીને પિતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉઠ્યા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત થઈ આત્મન્નિતિનાં કાર્યો કર્યા હતાં. મહનિદ્રા ગયા વિના જ્ઞાનચક્ષુ ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા વિના સ્વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી. અનેક ઋષિએ પૂર્વે મેહનિદ્રાનો ત્યાગ કરી આત્મબંધથી સ્વાત્મકર્તવ્ય કાર્યોને કર્યા હતાં. મોહનિદ્રા ટળ્યા વિના જીવતાં મનુષ્ય પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિને વિકાસ થતું નથી. આત્માને જાગ્રત્ કર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્ય કાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાનાં મનુષ્યો કે જે શરીરમાં રહેલો આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતાં નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવે સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અધ્યા વિના શુક્રવાસનાઓ વડે જગત ના પ્રાગેનો નાશ કરી પોતાની સ્વાર્થ વૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકોના કરતાં વિશેષ શું કરી શકે તેમ છે ? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપણે સમજ્યા વિના આમર્તવ્યોની ગંધ પણ અનુભવગમ્ય થઈ શકવાની નથી. જે જે આ જગમાં શ્રેષ્ઠ મહાપુરુષો થાય છે તેઓ હિમાલય આબુજી ગિરનાર કેનેરી જેવા રમણીય શાન્ત પ્રદેશમાં યોગાભ્યાસ કરી મેહનિદ્રાનો ત્યાગ કરી આત્માની જાગૃતિ કરે છે અને આત્મચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત્ તેઓ મનુષ્યની પાસે આવી તેઓને જાગ્રત્ કરી સ્વકર્તવ્યમાં દોરે છે અને પોતે નિર્મોહ રહી સ્વકર્તવ્ય કરી
For Private And Personal Use Only