________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું કર્યું, શું કરું છું અને શું કરીશ? ને વિચાર કરે.
(૩૬૩ ).
કામબુદ્ધિ દ્વેષ વગેરે નચ દેને વર્તમાનમાં હટાવી દેવા અને શુભ ગુણને મનમાં ભરી દેવા. ઉરચ થવાના જ વિચારો અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી; શું કરૂં છું એ બાબતને ઉહાપોહ કરીને કર્તવ્ય કરવું જોઈએ. દઢપ્રહારી ભૂતકાલમાં મહાપાપી હતું પણ તે વર્તમાનકાલને ખરેખર સદ્દવિચારો અને આચારોથી સુધારી પરમાત્મા થયે. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કરાતાં હોય તે તે કાર્યો પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છે. વર્તમાનકાલીન કર્તવ્યઉપયોગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ થતી હોય તેને ખ્યાલ કરવો જોઈએ. જે વર્તમાન કાર્યો પર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિને પાયે રચે છે. હાલ શું શું કરું છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમાં શું શું કરવા ચગ્ય છે? વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શા શા વિચારે થાય છે તેને પરિપૂર્ણ વિવેકદ્રષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેને જે મનુષ્ય વિચાર કરે તે દ્રવ્ય અને ભાવતઃ આમત્કાન્તિ કરી શકે છે. વર્તમાનમાં એવા કાર્યો કરવાં જોઈએ કે જેથી ભવિષ્યકાલ સુખમય બને તથા ભવિષ્યની કેમ ધન્યવાદ આપી શકે. ભવિષ્યમાં આત્મોન્નતિ કેવી રીતે કરી શકાશે તેને પરિપૂર્ણ વિચાર કરવો જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ ભવિષ્ય પ્રગતિનો વિચાર કર્યો હોત તે તેઓની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે થાત નહિ. ભૂતકાળમાં થએલા આર્યો કે જેઓએ પરસ્પર કલેશ-કંકાસ-મારામારી-યુદ્ધ કરીને ચાતુર્વર્ણિક પ્રગતિનો નાશ કર્યો છે તેના પર વર્તમાનકાલીન ભારતને તિરસ્કારદષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જેઓ દેશપ્રગતિ સામાજિક પ્રગતિ વિદ્યાપ્રગતિ વગેરે અનેકધા શભ પ્રગતિમાં વિડ્યો કરે છે તેઓને ભવિષ્યની પ્રજા શાપ આપે એમાં કંઈ આશ્ચય નથી. જેમ જેમ મનુષ્ય અભેદ અને ઐક્યતાને ધારણ કરી વિશાલદષ્ટિમાં વૃદ્ધિ કરે છે તેમ તેમ તેઓના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામતો જાય છે; અતવ પ્રત્યેક આત્મારૂપ વ્યષ્ટિએ સમસ્ત સમષ્ટિની પ્રગતિ એકયમાં અનન્ત અભેદતાને અનુભવ થાય એવી વિશાલષ્ટિએ ભવિષ્યપ્રગતિ કરવી જોઈએ. આખા “લેકને સાર એ છે કે મેં શું કર્યું, શું કરું છું અને શું કરીશ એનો પ્રત્યેક મનુષ્ય વ્યક્તિએ વિચાર કરે જઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યકિતપ્રગતિ માટે ઉપર્યુકત વિચારની અત્યંત આવશ્યકતા છે એમ વસ્તુતઃ અવબોધવું જોઈએ શુભ શું શું કર્યું, શું શું કરું છું, સ્વાર્થ અર્થાત્ સ્વાભન્નતિ માટે અને પરમાર્થ માટે શું શું કર્યું અને શું શું કરું છું તેને હદયમાં વિચાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાઓ. વર્તમાનમાં સ્વાત્માની ઉન્નતિ માટે
For Private And Personal Use Only