________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇશ્વરભક્તિ એજ જન્મની સફળતા.
( ૩૧૫ )
બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને-સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિધવતિં મનુષ્ય વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શ્રદ્ધોની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સવ વણેને અને સર્વ દેશના મનુષ્યને પિતાના રૂપ દેખી શકતો નથી તેથી અશુભ મમત્વ અને અશુભ અહંવૃત્તિનો દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ છે તે હું એવી શુભહંભાવનાથી રntવો જીવાનામ્ એ સૂત્રને ભાવ વિચારીને સર્વ જીવોની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનન્તવર્તુલને પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવબોધી અશુભ અહં મમત્વ સંસ્કારોને હઠાવી શભાણું મમત્વભાવને વ્યાપકષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચારો અને આચારો કે જેથી સ્વાત્માને અને જગતને હાનિ થાય છે તેઓને ત્યાગ કરીને ખરેખર ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્તેલમાં પ્રવિણ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવર્તિ છે તે હું એવો ભાવ ધારણ કરીને કર્મયેગી બનતાં આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વને ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તે ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર બને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીવોને પિતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વવર્તિજીવો તેજ હું છું એવો ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવબોધવું. સર્વ વિશ્વવર્તિઓ હારા અથવા સર્વ વિશ્વવર્તિ છે તેજ હું-એ શુભ અહંમમભાવ પ્રગટવાથી છ જવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશમાં અનેક યુદ્ધો પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હદયમાં પરમાત્મા રહેલા છે એવું અવબોધ્યા છતાં તેને નાશ કરાય છે. શુભમમત્વ અને અહંભાવના જગજીને પિષનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાડુંભાવના માલીના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભારંભાવનાથી મનુષ્ય વિમુખ રહીને સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવર્તિ છને અનેક પ્રકારે હાનિ પહોંચાડી શકે છે. અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમત્વ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણ સગુણ ઇશ્વર થયો છે એમ અવબોધવું અને અશુભ શુભમમત્વાલંભાવના રહિત થઈને જે સ્વાધિકારે પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્ત મહાત્મા વા ઈશ્વર થયે છે એમ અવબોધવું. એવા સગુણનિણ જીવંત ઈશ્વરની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એ જ ખરેખરી મનુષ્યભવની સફલતા અવબોધવી. અનન્તવર્તુલરૂપ શુભમમત્વ અને અહંભાવને કરીને
For Private And Personal Use Only