________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
( ૨૮૪ ).
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
દેશકાલાનુસાર ધર્યકર્મોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બની શકે છે. કેઈ દેશમાં ધમ્મકાર્યને આકાર અને તેને કરવાની રીત ાદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કોઈ કાલમાં કર્તવ્યધર્મકાર્ય કરવાને આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હોય છે. યુરોપ આફ્રિકા અમેરિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તવ્ય કાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે દેશમાં વર્તતે ગ્રીષ્માદિ ઋતુકાલ, તે તે દેશના લોકોની સ્થિતિ વિગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તવ્ય કાર્યોના બાહ્યાકાર ભિન્નભિન્નમતિપ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમાગે બાહ્યભેદપૂર્વક બાહ્ય કર્તવ્યસ્વરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્યો કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પારમાર્થિક જે જે કાર્યો કરવાનાં હોય તે કરવા જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પોતે સાંલના અકડાની પેઠે જાણી અન્ય મનુષ્યરૂપ અંકડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત્ જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સહાધ્ય, સાહાટ્યક શક્તિની
જનાઓ પૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચેહાણુની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિનો વિવેક કરીને કને જનો રાજા જયચંદ્ર જોડાયે હોત અને બનેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદ્દેશના પૂજારી બની આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભ્ય હોત તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનોને સુખમાં કોઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થાપૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યને મુખ્ય ઉદ્દેશ છે. તેને જે તેઓ સમજ્યા હોત અને પિતાને દેશસેવક અને જનસમાજસેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શક્યા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામ અને કર્તવ્ય કાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘોરીએ પણ રાજ્ય કરવાને મુખેદેશ અવબો હોત તે અન્ય દેશના મનુષ્યોના હિતની વ્યવસ્થાને નાશ કરવા અને નકામી અશાન્તિ-અંધાધુની ફેલાવવા પ્રયત્ન નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક ક્તવ્યકોને વાસ્તવિક માર્ગે જણાવી શકત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્યપ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યને શ્રેયઃ સુખ શાંતિ નિમિત્તે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થા હોવી જોઈએ
For Private And Personal Use Only