________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E-e®3-94 . બે બોલ.
***
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ રીપ્ય મહોત્સવના સંબંધમાં ગયે વરસે થોડું બોલવું પડેલું, તે વખતે સૂરીશ્વરજીના રચેલા કાગ ગ્રંથ સંબંધે મોં નીચે લખેલા શબ્દો ઉચ્ચારેલા.
જૈન સંપ્રદાયના ને ગીતાના તત્વજ્ઞાનમાં ભેદ નથી. છેક ઊંચે જતાં બંનેનાં ધ્યેય ને આદર્શ એકતામાં પરિણમે છે. ગીતાજી એ કર્મવેગના ઉપદેશ, શિક્ષણ ને પ્રવૃત્તિને અપૂર્વ ગ્રંથ. એ ગ્રંથના અમૂલ્ય સાગરનું દહન કરી કર્મ કેમ આચરવું? એની શી આવશ્યક્તા છે, પ્રવૃત્તિ કેમ કરવી? ઇત્યાદિ અનેક સિદ્ધાંતોનું વિવેચન તે વ આચાર્યશ્રીને તે વિષય પર વિસ્તૃત “કર્મ ગ્રંથ”.
લગભગ આઠસે પાનાને આ અમૂલ્ય ગ્રંથ, સંસાર ત્યાગ કરેલા એક એવા જૈન સાધુને હાથે લખાય છે. અને તે પણ મૂળ સંસ્કૃતમાં અને પછી સંસ્કૃત શ્લેકે શ્લેકનો ગુજરાતીમાં ભાવાર્થ ને શબ્દાર્થ આપી, પિતે અપનાવેલા સિદ્ધાંતેનું સ્પષ્ટીકરણ-સરળ ભાષામાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આપ્યું છે. સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં આપેલાં દાંતે વાચનારના મન પર ઝટ અસર કરી શકે એવા રૂપમાં આપવામાં આવ્યાં છે. આખા ગ્રંથમાં ગીતાજીની છાયા તો શું પણ પ્રેરણા પણ ગીતાજીના અભ્યાસનું જ ફળ ને પરિણામ છે, એમ સહજ જણાઈ આવશે. ગીતાજી એ વ્યાપક ગ્રંથ છે; સનાતન સત્ય ને તોથી ભરેલા છે. કોઈ પણ કઠીન પ્રશ્ન ધાર્મિક, સાંસારિક, સામાજિક કે છેવટ રાજકીય-ગમે તે પ્રકાર હોય તે પણ તેને ખુલાસો ગીતાજીમાંથી મળી રહે છે. યૂરેપ, અમેરિકા કે એશીઆ ખંડમાં એક પણ એ પ્રદેશ નહિ હોય કે જ્યાંના પંડિત કે તત્ત્વોને એ ગ્રંથે આકર્ષ્યા ન હોય. દેશે દેશની ભાષામાં એનાં ભાષાંતર થયાં છે, અને એમાં વર્ણવેલા સિદ્ધાંત સર્વમાન્ય ગણાય છે. ગાંધીજી તે ગીતાના સિદ્ધાંત પર જ પિતાનું જીવન ગાળતા એમ કહેવું ખોટું નથી. મીસીસ બેસંટ, કેસર, એડવીન, આર્નેડ જેવી મહાન વ્યક્તિઓ એના પર મુગ્ધ થઈ ગયેલી. એ ગીતાજી કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણ દ્વારા મુક્તિ મેળવવાનાં સાધન તરીકે બતાવે છે–તેમાં
For Private And Personal Use Only