________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ )
શ્રી કર્મથોગ ગ્રંથ-સવિવેચન.
*****૧૫
માનસિક વિકાર પ્રકટ નથી. સ્ત્રીઓ ખરેખર પુરુષના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે અને પુરુષ ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે. સ્ત્રીઓ અને પુરુષોના રૂપમાં વસ્તુતઃ કશે સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરુષો કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાયું હોય તે પણ તેમાં સુખ નથી કારણ કે જેના શરીરમાં સુંદર દેખાય છે તે મનુ પણ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રતું થાય છે. કોઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્ત રૂપ ગમે છે; તથા કેઈને વેતરૂપ ગમે છે; પણ એક સરખું રૂપ વા એકસરખો સ્પર્શ વા રસ વા શબ્દ ગંધ કેઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પદા
માં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન્ થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી મનની કલ્પનાથી સ્વયં ઠગાવાને વખત પ્રાપ્ત થાય છે. જે રૂ૫ રસ અને ગંધાદિમાં રુચિ થાય છે તેજ રૂપ-રસ-ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાત્ રુચિ થતી નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જો તે રૂપ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હોત તો પશ્ચાત્ તે દુઃખના હેતુઓ થાત નહિ; પણ તેઓ પશ્ચાત્ દુઃખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ વિષયમાં શાતા અને અશાતાની માન્યતાને જ્યારે ત્યાગ થાય છે અને તે તે વિષયમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે; તેથી બાદ્યવિષયેના સંબંધમાં રહેતાં છતાં નિલેપ રહેવાની શકિત પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામભોગની ઈરછાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ સ્વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરે હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રકટે એવો અભ્યાસ સેવા જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મિથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ત્ર જન દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઆના અધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રોગ આધિ વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેરછાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામોની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વમાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવરમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામ
For Private And Personal Use Only