________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૬ )
શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન.
જ્યાંસુધી અવધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યતઃ સમાધિ અવધવાથી સમ્યક્ સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતુ નથી. અતએવ દ્રવ્યાનુયેગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સવિકલ્પ નિર્વિકલ્પક સમાધિનું સ્વરૂપ અવળેોધાય છે ત્યારે આત્મસમાધિની સભ્યપણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મ પ્રતિ ઉપયેગ દેવા અને બાકીની સર્વ બાબતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશાને ધ્યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણ્ણા વ્યાપી રહેલા છે એવા સ્થિરાપયાગ ધારણ કરીને આત્માના અસખ્ય પ્રદેશોમાં લયલીન થઈ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાયે સેવી પદ્માસન વા સિદ્ધાસન વાળી આત્માના સંખ્યપ્રદેશાને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં સદ્ગુરુકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિર્વિકલ્પ સમાધિના ચારિત્ર દશામાં અનુભવ આવે છે અને તેથી ઇંદ્રિયાતીત સહજ સુખનું ઘેન એવું પ્રગટે છે જે ચૌદ ભુવનમાં ન માય એવું જણાય છે. જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્માના અસબ્ય પ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનુ જે રૂપ આત્માનું છે તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તેજ પરમાત્મા પરમેશ્વર પરબ્રહ્મ ખુદા પરન્ત્યાતિ છે. નિર્વિલ્પ સમાધિમાં પેાતાના આત્મારૂપ પરમાત્માની સ્વચિત્તવૃત્તિની સાથે એકતા થવાથી પરમાત્મજ્ઞાનસાગરમાં ચિત્તવૃત્તિના સબંધ થવાથી પશ્ચાત્ પરભાષામાં જે જે વિચારો ઉદ્ભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વૈખરી વાણીદ્વારા બહાર આવે છે અને તે ઇશ્વર દેવ સર્વજ્ઞવાણી તરીકે લોકોમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિર્વિકલ્પ સમાધિદ્વારા આત્મય સંબંધ થવાથી પરમાત્મા સ્વયં અવબેાધાવવાથી સર્વ પ્રકારની વાસનાએ કે પરપુદ્ગલદ્રબ્યસચેાગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવનાં કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હાય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનુ ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવુ હાય તા નિર્વિકલ્પ સમાધિને અંતર્મુહૂર્ત પર્યંત અનુભવવાની જરૂર છે. નિર્વિકલ્પ સમાધિના અંતર્મુહૂત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણાં ઉઘડી જવાથી આગળ જે પ્રાપ્તવ્ય અવશેષ રહ્યું હોય તે સહેજે પ્રાપ્ત થાય છે—એમાં જરા માત્ર સંશય નથી. નિર્વિકલ્પસમાધિમન્ત મુનિએ નિર્વિકલ્પક સમાધિના ઉત્થાન કાળ પશ્ચાત્ ધર્મકર્મયોગે જ જે કાર્યો કરવાનાં અનેક દૃષ્ટિથી બતાવવામાં આવ્યાં છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવાં અને પુનઃ નિર્વિકલ્પક સમાધિકાલમાં આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારવાર સેવ્યા કરવુ.
For Private And Personal Use Only
SE