________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૨ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
છે. જ્ઞાનયોગના અનુભવમાં જે જે કર્મયોગીઓ ઊંડા પ્રવેશેલાં હોય છે તેઓ અનાસકત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી; અનાસકત મનુષ્ય કર્તા છતાં અકર્તા બને છે, તેના બાહ્ય કાર્યો અમુક દૃષ્ટિએ દેશી જણાય છે છતાં આન્તરિકદેષભાવથી વિશ્વમાં આદર્શજીવનમાં મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયોગને અધિકારી ખરેખર અનાસકત મનુષ્ય છે એવું અનુભવીને અનાસકતભાવની મહત્તા અને આસકિતની લઘુતાનું વિવેચન કરવામાં આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય બનીને જે અનાસકિતને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારોથી બચી જતો નથી. જે સ્વાધિકારે જે જે સ્થિતિમાં પિતે હોય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિઓ કરવાની છે. તેઓને કર્યા છતાં નિર્લેપ રહે છે; તે ખરેખર અનાસકતભાવને અનુભવ કરી શકે છે અને આસકિતને ટાળવા પ્રયત્ન કરતો રહે છે, તેથી તે સ્વકર્તવ્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્દવીર્યવાન બનતા નથી. જે જે કાર્યો કરવાનાં હોય છે તે વિના અન્ય કાર્યના સંકલ્પવિકનો ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળો થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ઠરે છે. અનાસકત મનુષ્યો અન્ય પદાર્થોની આસકિતના અભાવે જે જે કાર્યો કરવાના છે તેમાં ઉપયોગ રાખી શકે છે અને અન્ય બાબતનાં સંકલ્પવિકને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તો ઢઢવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમાં પ્રભુપૂજા અને ઢંઢવાડામાં ઉઘરાણી કરવાની-એ બેમાંથી કયું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા? અલબત્ત બેમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દૃષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તરમાં તે યુદ્ધના વિકાસંકલ્પવડે વર્તતા હતા. તેથી તેઓ નરકગતિયોગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યોપયોગથી અર્થાત્ શૂન્યચિત્તથી થાય અને અન્ય કાર્યોના સંકલ્પવિલ્પમાં મન રમ્યા કરે છે તેથી તે તે કાર્યોની સિદ્ધિમાં અનેક વિને સ્વહસ્તે થાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઈ પણ આશ્ચર્ય નથી. શેઠ કાયેત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલાં છે અને મનમાં પુત્રોના કાર્યોની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં કયાંથી વિજય પામી શકે. શેખચલ્લીવત્ જે કંઈ કરે છે તે તેમાં હાનિ પ્રગટાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. ભસવું અને આ ફાક એ બે કાર્યને ધાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેને ઉપયોગ મૂકીને શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય બાબતોના વિકલ્પ અને સંકલ્પ કરવામાં આવે છે તેથી હસ્તધૂત કાર્યોમાં શક્તિયોને ફેરવી શકાય નહિ એ બનવા યોગ્ય છે. જે જે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાનાં હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવો જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતો હતો. તે ઝાંઝરમાં ઝીણી કારીગરી ઝીણું ઓજારવડે કરતે. હતો. તે કાર્યમાં એટલે બધો અનન્ય ચિત્તવાળે ઉપયોગી બની ગયો હતો કે તેની
For Private And Personal Use Only