________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન.
પ્
ભ્રષ્ટ થાય છે. જે મનુષ્યો નીતિયોને ધારણ કરે છે તે ખશ કટોકટીના પ્રસંગે ધર્મના ત્યાગ કરીને અધર્મને આદરે છે. જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વીરપ્રભુએ છ્યું છે. ભીતિ ધારણ કરનારા ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણુ કે તેઓ જીવવાના કારણે તેવું અસન પણ અંગીકાર કરી શકે છે, ભીતિધારક મનુષ્ય સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદ્ધર્મને અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કહીએ તેા સત્ય વિચારે અને સદાચારેાને વેચી નાખી પરના તાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન્ થતા નથી અને તે પેાતાના સત્યવિચારા અને કર્તવ્યોને અન્યની આગળ જણાવતાં ભય પામીને સ્વજીવનને ભયથી કલકિત કરે છે. હે મનુષ્ય ! જો તને પરિતઃ કોઇપણ કાર્ય કરવુ એમ ખરેખર વિવેકદૃષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિયોથી ભય પામીશ નહિ. ખરેખર ત્હારા સત્ય વિચારે અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિયોનાં ભૂતડાં અદૃશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ! તું અજ્ઞાનતાયોગે ભ્રાન્તિથી નાહક મનમાં અનેક ભીતિયોના સંકલ્પો અને વિકલ્પોને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્ય માં ભીરુ અને છે પણ તું જ્ઞાનદૃષ્ટિથી દેખે તે તેમાંનું કશું કઈ હેતુ નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલીપાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વાનિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિયોના ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કયેાગીએ આ લોકભય-મૃત્યુભય વગેરે ભીતિયોથી ખ્વીતા નથી. ચેડા મહારાજે કાણિકની સાથે બાર વષઁપન્ત યુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બાર વ્રત ધારણ કરનાર હતા છતાં આવશ્યક કર્તવ્યકાની ફરજે યુદ્ધ કરતાં તેમણે હૃદયમાં ભીતિને સ્થાન આપ્યું ન હતું; તેઓ અવમેધતા હતા કે ભીતિથી કઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાની નામરૂપના દૃશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે નામરૂપના દૃશ્ય પ્રપંચમાં સ્વાધિકારે અમુક દૃષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિર્ભીત બની નિર્લેપ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માના સત્તાએ સિદ્ધ સરખે સંબંધ છે. કોઈ આત્માથી કાઇનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદાતા નથી. પંચભૂતમાં કેઈ ભૂત આત્માને નાશ કરવા સમથૅ થતું નથી; જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિયોથી ઠ્ઠીવું જોઇએ ? અલબત્ત ન હુીવુ જોઇએ. જે જે શરીરાદિક વસ્તુએ આત્માની નથી, ભૂતકાલમાં આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વસ્તુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કાંઈ જરૂર નથી અને ભીતિને ધારણ ન કરવી જોઇએ. સમુદ્રમાં ઉત્પન્ન થતા તરંગાના વિલયથી જેમ સમુદ્રને ઠ્ઠીવાનું હોતું નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ સયોગા અને તેના
For Private And Personal Use Only