SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યમી સર્વ કંઈ કરી શકે. (૧૨૩ ). જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત જ્ઞાતા હઈ ઉદ્યમમાં મચ્ચે રહે છે તે અને કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિતઃ જ્ઞાતા વિવેકી મનષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામાં કદાપિ પશ્ચાતું રહેતું નથી. જે જે કાર્ય પ્રવૃત્તિનું ચારે બાજુઓનું સ્વરૂપ અવબોધવામાં આવે છે તે તે કાર્ય પ્રવૃત્તિને સેવવામાં ખરેખર યોગ્ય અધિકારી બની શકાય છે. ચારે બાજુએથી અનેક હેતુપૂર્વક જે કાય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશક્તિયોને ઉલ્લસિત કરવામાં આવે છે. નેપોલીયને જ્યાં સુધી યુદ્ધકાર્યની ચારે બાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજય પામે એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે; બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશકિતવડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્ય સાધકત્વ પરીક્ષા છે. ઉદ્યમવડે કાર્યસિદ્ધિ થાય છે એવું અવબોધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયેગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શકિતવડે જે સદા ઉદ્યોગી રહે છે તે કોઈ પણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કોઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલ પ્રગતિ-સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિ પ્રગતિ અને સામાજિક સેવાધર્મના ઉપાયની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિકરાખતંત્રપ્રગતિ, સંઘબેલક્યપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધક સુજના પ્રબંધ પ્રગતિ, ધાર્મિક ભાવના બેલ પ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી બનવાનો નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂર્ણત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આન્નતિના ઉચ્ચ શિખરે આરેહી પરમ વિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યાં સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષમી–સિદ્ધિ ગમન કર્યા કરે છે. અતએ કદાપિ કાળે હતાશ થઈને ઉદ્યમનો ત્યાગ ન કરવો જોઈએ. મહાત્માઓ સહસ વાર નાસીપાસ થયા છતાં પણ ઉધમને ત્યાગ ન કરો એમ પ્રબોધે છે. કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતાં સહસ્ત્ર વિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થયો-ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મવેગને અનુભવ કરીને જણાવે છે કેમનુષ્ય ! તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. જ્યાં સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તું ઉધમ કર્યા કર. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવી શકિતની તને સાહાટ્ય મળશે અને તેથી તું કાર્યસિદ્ધિના વિજયની પાસે જઈશ. કથ્થસારાંશ એ છે કે કાર્યને પરિતઃ શાતા એવો સદોથમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં પરિણામિકી બુદ્ધિ ઉપજે છે અને તેથી કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયો સુઝી આવે છે. કાર્યની સિદ્ધિમાં સદોધમી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy