________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધય ગુણનું સામર્થ્ય.
( ૧૧૧)
કાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી–અધીર મનુષ્યો તો ત્વરિત પલાયન કરી જાય છે. ધૈર્ય ગુણ વિના અનેક પરિષહ અને ઉપસર્ગોની મધ્યે સ્વકર્તવ્યકર્મમાં સ્થિર રહી શકાતું નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિના રણમેદાનમાં નિઃસંગભાવથી પ્રવર્તવાનું હોય છે, તેમાં પૈર્ય વિના
ક ધારાસ માત્ર પણ લેઈ શકાય તેમ નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સમરાગણને દેખતાં સહસ્ત્ર નિર્વીર્યમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે; પરન્તુ જે ધીર પુરુષે હોય છે તેઓ કર્તવ્યકર્મમાં સર્વસ્વાર્પણ કરીને નવીન દિવ્યાવતારે અવતરે છે. જે મનુષ્ય કર્તવ્ય કર્મની પ્રવૃત્તિમાં ધૈર્યથી સ્વમૃત્યુને પણ રૂપ ગણે છે તેઓ કર્તવ્યકર્મચગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે વિખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્યકર્મ પ્રવૃત્તિ સમરાડગણમાં જેઓએ સ્વજીવનને હેપ્યું છે તેમાંજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યું હોય છે અને તેથી તેઓ કર્તવ્ય કર્મની પ્રવૃત્તિના યોગીઓ બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કર્તવ્યકર્મની પ્રવૃત્તિ હોય છે અને તેથી સ્વાધિકારે ભિન્નભિન્નકર્તા વ્યકર્મપ્રવૃત્તિ સેવક અનેક ગીઓ કથાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધર્યથી આત્મિક બળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટંબનાઓ સહન કરતાં કર્તવ્યકર્મ વિમુખતા થઈ શકતી નથી. જેનામાં ધર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખદધિની પેલી પાર જઈ શકે છે. મહમદપેગંબરે અરબસ્તાનની મોટી લડાઈમાં હૈયે રાખીને અને વિજય મેળવ્યો હતો. ગૌતમબુદ્ધ વૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુક્ત થઈ પિતાના વિચારને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશ કાઈસ્ટે ધેર્યબળે સ્વવિચારોનો પ્રચાર કર્યો હતો. શ્રી મહાવીર પ્રભુએ ધર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. જોકેટસે ધૈર્યબળે સત્યનું સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યને પાયો નાખ્યો હતો. ઈત્યાદિ અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તોથી ધેર્યગુણપૂર્વક કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈર્યબળ વિના કોઈ પણ મહાન કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી. ધર્યગુણના સંસેવન વિના કોઈ પણ કાર્યપ્રવૃત્તિમાં અડગ રહી શકાતું નથી. પૈર્ય ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતું નથી. અતવ જ્ઞાનીઓ મહાગર્જના કરીને કહે છે કે-કથની કરવાથી કંઈ વળવાનું નથી. તમે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરે અને આગળ વધો. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસંગોમાં આત્મશ્રદ્ધાને હારી જતો નથી. તે મૃત્યુના પંજામાં ફસાયેલ પિતાને દેખે છે તો પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાં વૈર્યનો ત્યાગ કરતો નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કોઈ પણ સમયે કોઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાનો ત્યાગ કરી વૈર્ય ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જેવો અન્ય મહત્સવ નથી એમ અનુભવપૂર્વક અવબોધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં મુખથી પૈર્યની સિંહગર્જના કરનારાઓ તો
For Private And Personal Use Only