________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
અનુસાર “આવી ચિમરણ” દરેક ક્ષણ પ્રત્યેક મનુષ્યમાં થઈ રહેલું છે. મતલબ કે , જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણે ઓછી થતી જ જાય છે; આવી પરિસ્થિતિમાં જો કે બાહ્ય દશ પ્રાણો ધારણ કરતે મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવદશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક
જીવન કહી શકાતું ન હોવાને અંગે આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન કહેવામાં આવ્યું છે.
પ્રસ્તુત માનવ જન્મ કે જે પૂર્વપુણ્યના પ્રભારથી પ્રાપ્ત થયેલ છે તેની સફળતા તેને યોગ્ય સાધનોની પસંદગીમાં છે; પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં નિમિત્ત અને ઉપાદાન બે કારણે હોય છે. આત્મા એ ઉપાદાન કારણ છે અને શુભ કાર્યો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વિગેરે નિમિત્તે કારણે છે; સાધન તેવું સાધ્ય અને કારણ તેવું કાર્ય એ સૃષ્ટિના નિયમાનુસાર મનુષ્ય શુભ સાધને મેળવી ક્રિયામાં મુકી તદનુસાર પુરુષાર્થ પૂર્વક સાધ્યબિંદુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
અનાદિકાળથી પ્રત્યેક આત્મા આ સંસારમાં રઝળતા આવ્યા છે. જૈનદર્શનનાં તને અદ્ભુત વેગ પામી તેની જીવનદષ્ટિ ઉઘડે છે; ઉપમિતિભવપ્રપંચા કથાકારના વચનાનુસાર સમ્યફવરૂપ તત્વપ્રીતિકર પાણી, સદ્જ્ઞાનરૂપ વિમલાલેક અંજન, અને આ સચ્ચારિત્રરૂપ પરમાન્ન, ધર્મબંધકર-ગુરુદ્વારા મળે છે ત્યારે સમ્યગદર્શન જ્ઞાન અને છે ચારિત્રરૂપ ગુણ વિકાસ પામે છે. આ ત્રણે ગુણને સંપૂર્ણ વિકાસ તે મોક્ષ. તેની પ્રાપ્તિ છે માટે વિકાસક્રમના નિયમાનુસાર આત્માએ અશુભ વ્યવહારમય-ભૌતિક સ્વાર્થવાળાં કર્મોને છે તજીને પારમાર્થિક શુભ વ્યવહારમય-સ્વપર ઉપકારી કર્મીમાં લાગી જવું જોઈએ. આ ચતુર્થ પંચમ ગુણરથાનકની પરિસ્થિતિ છે તે પછી ગુણસ્થાનક તરફ પ્રગતિ કરતાં આત્મબળને વિકાસ થતાં થતાં શુદ્ધ વ્યવહારનાં કર્મો છઠ્ઠા સાતમ ગુણસ્થાનકથી શરૂ થાય છે અને ચૌદમે ગુણસ્થાનકે પૂર્ણ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય એવી વસ્તુ છે છે કે જે આત્માને પ્રથમ અશુભ-પાપમય સ્વાર્થ માટે થતાં કર્મોથી-દૂર કરી પુણ્યમય કાર્યોમાં જોડતાં જોડતાં પરિણામે પુણ્યકર્મ કે જે સુવર્ણ શંખલારૂપ મનાય છે તે આત્માને પુરુષાર્થ પ્રબળ થતાં સ્વતઃ છૂટી જાય છે અને મુક્તિરૂપ સાધ્ય પ્રાપ્ત થાય છે. જેમની એવી માન્યતા હોય કે “ પુણ્ય પણ સુવર્ણ બેડરૂપે આત્માને કર્મબંધ કરાવે છે માટે તેની જરૂર નથી એટલે કે પુણ્ય કાર્યો પણ પાપકાની જેવાં જ કર્મબંધની દષ્ટિએ નુકશાનકારક હોઈ કરવાના નથી તેઓ ગંભીર ભૂલ કરી છે રહ્યા છે અને જૈનદર્શનના આત્માના વિકાસક્રમના રાજમાર્ગને બરાબર સમજી શક્યા છે નથી એમ કહેવું યથાર્થ અને નિર્વિવાદ છે તેઓ વળી એમ પણ કહે છે કે “જડ (ઉં.
For Private And Personal Use Only