________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
a
*
-
*
*
છ પ્રકારનાં આવશ્યક કમાં.
( ૭૩ )
ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીઓએ ત્યાગધર્મસ્વાધિકાર શ્રત ધર્મ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યક કાર્યોને વ્યવસ્થા અને અનકમપૂર્વક નિયમસર કરવાં જોઈએ. વસ્તુતઃ આત્માને શાર્વવ્ય કમેને સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાંથી કેઈમાં ન લેપાવા દેતાં નિર્લેપપણુએ કરવાં જોઈએ. પિતાનાં અનેક નામમાં અને શરીરાદિ આકૃતિના મેહમાં કદાપિ ન મુંઝાતાં ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેને નાશ છે. કેઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમાં ઉઠતા તરંગોની પેઠે આ વિશ્વમાં જે જે નામ પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદિકાલથી સંસારમાં પરિભ્રમતાં શરીરોગે અનેક નામે પડ્યાં પણ તેમાંનું એકે નામ તથા રૂપ આ ભવમાં કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામાં આવ્યું છે અને જે નામે સ્વયં ઓળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમાં નહિ રહે એ નિશ્ચય છે. અત એવ ત્યાગીઓએ નામરૂપમાં ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મકર્મ ફરજ અદા કરવી જોઈએ. યાવત્ નામરૂપમાં મનુષ્યોની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વક્તવ્ય કર્મ કરવાની ચેગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવબોધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વયોગ્ય કર્તવ્ય કર્મોની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મયેગી થઈ શકાય છે. કર્મયેગીની કર્તવ્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનયોગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થકરને પણ ત્રયોદશગુણસ્થાનકની સ્થિતિ પર્યન્ત ઉપદેશ દાન-વિહાર-આહારગ્રહણ અને સંઘસ્થાપનાદિ કાર્ય ફરજો અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવંતમનુષ્ય માટે તો શું કહેવું ? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રબધી કમગી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવે. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિ કર્તવ્ય કર્મો માટે ઉપયોગી સાધન છે. પંચેન્દ્રિ પણ કર્તવ્ય સ્વફરજ
ગ્યકર્મો માટે સાધનભૂત છે. પંચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારો અધિકાર છે;-દ્રવ્ય ક્ષેત્રકાલભવે આત્મપ્રગતિકારક જે જે સાનુકૂલ સંગો પ્રાપ્ત થયા છે તેઓને અંગીકાર કરવાની જરૂર છે અને જે જે સંયોગે પ્રાપ્ત થયા છે તેમાંથી વિઘયપૂર્વક પસાર થઈને પ્રતિકૂલ આવશ્યક ધર્મકર્મો કરતાં કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયોગને ક્ષણ માત્ર પણ ન વિસારે જોઈએ; એ ક્ષણે ક્ષણે ઉપયોગ કરવો જોઈએ. ૩યો ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે મરીને કર્તવ્ય ધર્મકર્મોમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પોતાનામાં ગુણે
૧૦
For Private And Personal Use Only