SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ" * 1, "મધામ 1, 5 : મ ગૃહએ વિધિપૂર્વક સત્કર્મ કરવા. શબ્દાર્થ—ગૃહસ્થમનુષ્યોએ અને ત્યાગી મનુષ્યોએ લેકોત્તર શુભ આહિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવાં જોઈએ. વિવેચન—લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહને કરવાની જરૂર છે તેમ લેકેત્તર આલિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. જે ગૃહસ્થ મનુષ્યો દૈવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામાં પશ્ચાતું રહે છે તેઓ યુ પર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શકિતને પ્રકટાવવા શક્તિમાન થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મકર્મો સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યોએ અવશ્ય કરવાં જોઈએ. વિષય-કષાય-નિન્દા–આલસ્ય અને વિકથારૂપ પ્રમાદને પરિહરી અપ્રમત્તતા અંગીકરી દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ કરવાથી આત્માના સગુણ અને સવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મકર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામાં આવી છે તે સહેતુક છે. જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણોમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હોય છે જ. એકાને કોઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાતે કેઈ ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યો નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમોને ધ્યાનમાં રાખીને ગૃહસ્થોએ ધાર્મિક કર્મ નિયમના સમયને ધ્યાનમાં રાખવો જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકાદિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમાં ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે. જેમ લૌકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતરફથી કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લોકોત્તર ધાર્મિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણેની પ્રગતિ કરી શકાય છે. સ્વશરીર-સમાજ અને સ્વકુટુંબાદિકની આજીવિકાદિવડે રક્ષા કરવા માટે વિદ્યાપ્રવૃત્તિ-વ્યાપારકૃષિકર્માદિપ્રવૃત્તિ અને શૂદ્રસેવ્યકર્મપ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતાં અનર્થદંડ ગણી શકાતો નથી તેમજ દેવસિક ધાર્મિકકર્મ અને રાત્રિક ધાર્મિકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતાં અપ્રમત્તયેગે હિંસાદિ કેઈપણ જાતને દોષ લાગતો નથી. જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે ધર્મકર્મો અધિકાર પર ઉપયેગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતાં આત્માની ઉન્નતિ-કુટુંબની ઉન્નતિ-સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ પિતાને તથા સમાજ વગેરેને થતું હોય તથા ઔત્સગિક અને અપવાદિક માર્ગે સ્વની-પરના-કુટુંબ-સમાજ-દેશ અને સંઘાદિકની પ્રગતિમાં સંરક્ષણમાં હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy