________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસ વિગેરે ગુણોનું સ્વરૂપે.
(૪૫)
વિવેચનઃ–ક્ષુદ્રતા સ્વાર્થતા કપટ વિશ્વાસઘાત લોભાન્યતા વિષયલાં પચ્ચ અજ્ઞાન અને નિન્દાદિદેવડે જે જે કર્મો કરાય છે તે રાજસ કર્મો જાણવાં. ક્રોધ મહ વૈર અને કલેશાદિ દેવડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવધવાં. ક્ષુદ્રતા તુરછતા કોઈ માન માયા લેભ ઈર્ષ્યા વૈર નિન્દા અસત્ય વચન વિશ્વાસઘાત દ્રોહ પ્રપંચ અને અહંમમત્વ દોષોથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મો અવબોધવાં. રજોગુણી તમગુણી અને સાત્વિકગણી વૃત્તિને કાર્યોમાં આરોપ કરીને કાર્યોને રાજસ તામસ અને સાત્વિક કર્મો તરીકે પ્રબોધવામાં આવે છે. વિદ્યાકર્મ પ્રવૃત્તિ ક્ષાત્રકર્મપ્રવૃત્તિ વૈશ્યક પ્રવૃત્તિ અને સેવ્યકર્મ પ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મ પ્રવૃત્તિને સત્વગુણી મનુષ્યો સત્વગુણપ્રધાનતાએ એવી શકે છે રજોગુણી મનુષ્ય રજોગુણપ્રધાનતાએ સેવે છે અને તમે ગુણી મનુષ્ય તમોગુણપ્રધાનતાએ સેવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે. તમે ગુણવૃત્તિવાળાને તમોગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે અને સત્વગુણી મનુષ્યને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે. પ્રશસ્યલેભ પ્રશસ્યક્રોધ પ્રશસ્ય માયા અને પ્રશસ્યમાનાદિધારકેને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે અને રાગદ્વેષભાવે તે સાત્વિગુણની ઉચ્ચતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણી આહારથી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાયઃ અવબોધાય છે. સત્વગુણી વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. મુદ્રાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુષ્ય કહેવાય છે. રજોગુણી મનુષ્ય સદા સ્વાર્થમાં તત્પર રહે છે. વિષયગાથંથી તેઓ વિશ્વાસઘાત દ્રોહ અને પ્રપંચથી અને સ્વાત્માની અવનતિનો ખાડો પિતાના હાથે ખોદે છે. ગુણવૃત્તિવાળા મનુ રજોગુણી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેઓ સત્ય શાંતિ પામી શકતા નથી. ઠેષ વૈર કલેશ માન અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણ અને તમોગુણી મનુષ્યો ઉન્નતિના સત્યસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને મારમવત્ સર્વભૂતેષુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન થતા નથી. રજોગુણ અને તમે ગુણી મનુષ્યને બુદ્ધિ બેલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રજોગુણ અને તમોગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે. ચાવતું આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિમાં લૌકિક દષ્ટિએ
ન્નતિ પ્રબંધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિતઃ સંયોગે પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના લૌકિકજીવનમાં પ્રગતિ કરી શકાય છે અને સત્વગુણવૃત્તિથી વિદ્યા રક્ષકબેલ વ્યાપારબેલ અને સેવાબલથી વિશ્વવ્યવહારમાં
For Private And Personal Use Only