________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ).
શ્રી કર્મચોગ ગ્રંથ-વિવેચન.
S
એવી લૌકિક પ્રવૃત્તિની નૈસર્ગિક દશા છે-એવું અવબોધીને જે મનુષ્ય લૌકિકકર્મોને કરે છે તેઓ સ્વસાધ્યના ઉપગી થયા છતાં વિશ્વજીવસમાજનું શ્રેયઃ કરવા સમર્થ બની શકે છે. વ્યક્તિ પરત્વે-સ્વજીવનપરત્વે-જ્ઞાતિ પરત્વે-કુટુંબપર-સમાજ પરત્વે-સંઘપરત્વે-વિદ્યા ક્ષાત્રબળ વ્યાપાર અને શુદ્રકર્મ પરત્વે-ન્નતિ પરત્વે-પરોન્નતિ પરત્વે-સ્વફરજપરત્વે--અને અલ્પદોષપૂર્વક મહાધર્મલાભપરત્વે સ્વાત્માવડે અનેક પ્રકારની લૌકિક પ્રવૃત્તિ આચરી શકાય છે. ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપશિત્વ નથી એમ જ્યારે વિશ્વજને અવધશે ત્યારે વિશ્વોન્નતિના માર્ગોની સંસ્થા સાથે આત્મોન્નતિના બાધલૌકિક તથા લેકોત્તરમાર્ગોની સુવ્યવસ્થા અને સંરક્ષા થઈ શકશે. શ્રીશાન્તિનાથ શ્રીકુંથુનાથ અને શ્રી અરનાથપ્રમુખ તીર્થકરોને પણ સ્વકર્માધિકાર પ્રમાણે ગૃહાવાસમાં લૌકિકકર્મોથી આચરણ કરવી પડી હતી. ષટખંડ સાધનપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયોને ગૃહસ્થાવાસમાં શ્રીતીર્થકરેએ લૌકિકકર્મ સ્વાધિકારે ફરજ ગણી સેવી હતી તે પ્રમાણે આત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તરથી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યએ લૌકિકકર્મોને અને લૌકિકકર્મપ્રવૃત્તિને સેવવી જોઈએ કે જેથી યાવતુ લૌકિકકર્મવ્યવહાર દશા છે તાવતુ લૌકિકકર્મપ્રવૃત્તિમાં કઈ પણ જાતને દોષ ન થઈ શકે. અલૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વાધિકાર કરતાં જો કોઈ દોષ લાગે તે આવશ્યક પ્રતિકમણથી તેને નાશ કરી શકાય છે. મનુષ્યએ લૌકિક આવશ્યકથ્થકર્મપ્રવૃત્તિને સ્વફરજમાંથી આદરવી જોઈએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહં વૃત્તિ-ખેદ-હર્ષ વગેરે દે ન સેવી શકાય. લૌકિકકર્મ પ્રવૃત્તિના અમુકાધિકારે અમુક પ્રવૃત્તિફરજને અદા કરવી જ જોઈએ તેમાં જગતના ઈનિષ્ણભિપ્રાયની કંઈ પણ આવશ્યકતા નથી એમ હદયમાં જ્યારે દઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકર્મપ્રવૃત્તિ આદરતાં હર્ષ વા શાકની લાગણી રહેતી નથી અને અન્તરથી અમુક દશાએ નિઃકષાય૩પ નિલે પતાએ સ્વયોગ્ય લૌકિકકર્મપ્રવૃત્તિને સાધતાં અન્તરથી અધ્યાત્મજીવનનો વિકાસ થતો રહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ગૃહસ્થસ્થિતિમાં લૌકિકકર્મપ્રવૃત્તિમાં શુભાશુભભાવની કલ્પનાહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિફલની આકાંક્ષાને ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્ય પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભ પરિણામથી લેપાયાવિના નિલેપ રહીને આત્મોન્નતિના ઉચ્ચશિખર પર આરેહતા જાય છે. બાલજી લૌકિકકર્મપ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભભાવ કલ્પીને શુભાશુભ પરિણામથી બંધાય છે અને તેથી તેઓ નિર્લેપકર્મવેગની દશાનો અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભ પરિણામે લૌકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિમાં બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યોને પણ તેવા બંધનમાં નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે; ઉપર્યુક્ત શ્લેકનું વિવેચન કરતાં પ્રાસંગિક અન્ય વિચારોને પણ દર્શાવ્યા. લૌકિકક્રિયાઓમાં શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારષ્ટિએ અને શુભાશુભાયવસાયદષ્ટિએ અવધવું.
For Private And Personal Use Only