________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાંથી લેપ થાય તેમ નથીજ. આજપર્યન્ત એ પુરૂષે વંદનીય મનાય છે અને હવે પછી પણ નિરતર એ પુરૂષે એજ પ્રમાણે વંદનીય અને વંદનીયજ મનાતા રહેશે. એમનામાં આપણું વિશ્વાસની સ્થાપના, એજ આપણું ભાવી અભ્યદયને આશાતંતુ છે. કઈ પણ કાળમાં જે સત્ય સાથે આપણા સાક્ષાત્કારને સંભવ હોય, તે તે સાક્ષાત્કાર કેવળ એજ માર્ગે થવાને છે. અમૂર્તતત્વ ગમે તેવું ઉચ્ચ હેય, તે પણ આ આપણું સામાન્ય દષ્ટિથી આપણને તે અધુકતા સમાન દેખાય છે, એટલે એવી અધુકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિજયની પ્રાપ્તિ કેમ કરીને થઈ શકે વાર?
મારે તમને જે કાંઈપણ કહેવાનું છે, તેમને મુદ્દે માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માઓની પૂજા કરવી, એ ગ્યજ છે, એટલું જ નહિ પણ ભાવમહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યક્તા છે, એ મારે પ્રત્યક્ષ અનુભવ છે. એક માતા સમક્ષ તેને પુત્ર ગમે તે પિષાકમાં આવે, તે પણ તેને તેની માતા ઓળખી ન શકે, એમ કદાપિ બની શકે તેમ છે ખરું કે? અર્થાત્ જે તેને તે ઓળખી ન શકે, તે તે તેની માતાજ નથી, એમ હું દઢતાથી કહું છું. એ જ પ્રમાણે સત્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરૂષમાં જ છે અને તે અન્યત્ર કયાંય છે જ નહિ, એમ જે તમે કહેવા માંડે, તે પછી તમે પરમેશ્વરના અસ્તિત્વને ઓળહતાજ નથી, એમ નિઃસંશય સિદ્ધ થાય છે, અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પંથના પ્રવર્તકના શબ્દને જ કેવળ પિતાના ચિત્તમાં ભરી રાખ્યા છે, એમ પ્રત્યક્ષ દેખાઈ આવે છે, પરંતુ એ કાંઈ ખરે ધર્મ નથી. પિતાના પૂર્વજોના દાવેલા કુવામાંનું ખારું પાણી પીને બીજાના ખેરાવેલા કૂવામાંના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનારા મૂર્ખ પુરૂષોની સંખ્યા આ વિશ્વમાં નિરંતર વિશેષજ હોય છે. આજસૂધીમાં ધર્મના નામથી આ જગતમાં જે અસંખ્ય અત્યાચાર થયેલા છે, તેમના ઉદ્દગમને ધર્મપર આક્ષેપ કરે, એ કોઈપણ પ્રકારે યોગ્ય નથી, એમ હું મારા પિતાના અનુભવના ગે કહું છું. મને જે કાંઈ
For Private And Personal Use Only