________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જણાવે.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે, તે તે તમારા જેવામાં આવ્યું હશેજ. પિતાનું અંતિમ કાર્ય શું છે, એનું કાઈસ્ટને કદાપિ વિસ્મરણ થયું નહોતું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતે, એ મુદ્દે તેના એકંદર જીવનક્રમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે. વિશ્વમહાત્મા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારને દઢતમ આત્મવિશ્વાસ વસતે આપણને દષ્ટિગોચર થયા કરે છે.
એવા જે મહાત્માએ તે આ પૃથ્વીમાંના જીવિત પરમેશ્વરજ છે. આવા મહાત્માઓનાં ચરણમાં જે આપણે આપણું મને ન સમર્પીએ તે પછી તેના ચરણમાં સમપીએ વારૂ ? પરમેશ્વર કે હવે, જોઈએ, એ વિશેની કલપના હું મારા મનમાં કરવા માંડું છું અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્ભૂત થાય છે. એવી ક્ષુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન, તે ખરેખર એક મહાપાતકજ છે. હું નેત્રો ઉઘાડીને મહાત્માઓના ચરિત્રને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચકિત થઈ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પિતાની કલ્પનાશક્તિને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેનાં જે અનુમાને કરેલાં હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમાં મને દૃષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણાર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળુતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કેઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પૂઠે પડીને તેને વગર ભાડાની કેટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ દયાળુ બુદ્ધિ ધરાવનાર પુરૂષના હૃદયમાંની દયાલુતા વિષયક કલ્પના કેટલી વિશાળ હશે, એને વિચાર તમે પિતેજ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક ક્ષુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તે સહજમાંજ કરી શકાય તેમ છે. અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે
For Private And Personal Use Only