________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
પ્રાપ્ત થાય છે એવા ઉપદેશ આપ્ચા હતા. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કર્મોનાં રહસ્યાનુ જ્ઞાન ન મળવાથી કર્મચેાગની તથા જ્ઞાન ચાગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં ખાલાં પડા દૂર કરીને કર્મયોગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવાં જોઈએ. સર્વત્ર વિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવાનુ કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કમયેાગ છે. અતએવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણયોગી બની મનુષ્યોએ સ્વાધિકારે કર્મો કરવાં જોઇએ અને તેમાં થતા અપ્રશસ્ય રાદિ દોષોને દૂર કરવા જોઇએ.
અવતરણઃ-કર્મ પ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકતા નથી તે દર્શાવે છે. प्रवृत्तिमन्तरा ज्ञानी, प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं, शुष्कं तद्विरतिं विना ॥ ११६ ॥
શબ્દાર્થ:—કમપ્રવૃત્તિવિના જ્ઞાની વાચ્છિત પ્રાસબ્ય ફૂલને પ્રાપ્ત કરી શકતા નથી, વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિ વિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું.
વિવેચનઃગમે તેવા જ્ઞાની હાય પણ તે કર્મવિના વાતિ ષ્ટિ કાર્યને સિદ્ધ કરી શકતા નથી. જ્ઞાનીએ કર્મ પ્રવૃત્તિના ઉદ્યમ કરવા જોઇએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે બેસી ન રહેવું જોઈએ. જ્ઞાની કાર્ય કરીને વાચ્છિતફલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કાઈ બન્યા એટલે તેને કઈ એકદમ સર્વ પ્રકારની વાચ્છાઓના ઈચ્છાઓનો નાશ થતા નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સર્વથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનુ વાશ્ચિંત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાન પૂર્વક વિરતિના અધિકાર વધતા જાય છે ત્યારે પાપદેશ વિના સ્વયમેવ વાચ્છિત ઇચ્છાઓના નાશ થતા જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કર્મપ્રવૃત્તિયાના અંત આવતા નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તાપણું ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્યા કર્યાવિના રહી શકતા નથી. કર્મપ્રવૃત્તિ કર્યાવિના કાઈ રહી શકતું નથી. કોઇ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા
For Private And Personal Use Only