________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાંસુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી; અએવ પરિપૂર્ણ નિવૃત્તિની દશાએ ન પહોંચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂનિવૃત્તી ઇત્તાથાં પ્રવૃત્તિ ચારે સુધે: પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ તે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ ત્યજાય છે. દશગુણસ્થાનકપર્યન્ત સગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ, આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધર્મે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વજ્ઞ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારાદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યોને તે પ્રવૃત્તિને આચરવી પડે તેમાં કહેવાનું જ શું? અર્થાત્ કંઈ નહિ. પ્રવૃત્તિના પન મારશતિત જag એ પ્રમાણે જે કથન કર્યું છે તે વારંવાર વિચારવાયેગ્ય અને અનુભવ કરીને નિર્ણય કરવાગ્ય છે. પ્રારબ્ધ કર્માનુસારે સર્વ તીર્થકરોને ઉપદેશદાન પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્માનુસારે તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધર્માર્થે ધર્મ પ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી ઘરવપ્ર - વાના એ સૂત્ર કથિત ફરજે પૈકી ઘણું ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે મનુષ્ય આવશ્યક ધર્મપ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્વાધિન થાય છે તેઓ અતિભ્રષ્ટસ્તતભ્રષ્ટ બનીને અવનતિના ખાડામાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધર્મપ્રવૃત્તિને ત્યાગ કર્યાથી પતિત દશા, પરતંત્ર દશા અને સ્વાછિન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અએવ ધર્યપ્રવૃત્તિને રવાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પાળે સ્વબુદ્ધિથી
For Private And Personal Use Only